બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ડાયાબિટીસ પેશન્ટ શુગર કંટ્રોલ કરવા આજથી જ નાસ્તામાં આ 5 ચીજ ખાવાનું શરૂ કરી દો, મળશે સમસ્યાથી છૂટકારો
Last Updated: 08:40 AM, 9 November 2024
દરેક વ્યક્તિએ નાસ્તો કરવો જ જોઈએ, કારણ કે આખી રાત આપણું શરીર લાંબા સમય સુધી પાણી અને ખોરાક વગર રહે છે. એવામાં શરીર આપોઆપ ઓટોફાસ્ટિંગ મોડમાં ચાલ્યું જાય છે. શરીરને આ સ્થિતિમાંથી બહાર લાવવા માટે, વ્યક્તિએ નાસ્તો કરવો જરૂરી છે. સવારનો નાસ્તો એ દિવસનું પ્રથમ ભોજન છે, તેથી તે તંદુરસ્ત અને પોષણથી ભરપૂર હોવું જરૂરી છે, જેથી દિવસભર શરીર ઊર્જાથી ભરપૂર રહે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ તેમના ખાવા-પીવાની આદતો પર વધુ ધ્યાન આપવું પડે છે. કારણ કે સુગર માત્ર મીઠી વસ્તુઓથી જ નહીં પરંતુ ખાવાની અન્ય વસ્તુઓથી પણ વધી શકે છે. ત્યારે આજે જાણીએ કે ડાયાબિટીસના દર્દીઓએ નાસ્તામાં કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ અને કઈ વસ્તુઓ ખાવી જોઈએ.
ADVERTISEMENT
ઓટમીલ્સ - ઓટમીલમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે પાચનક્રિયાને ધીમું કરે છે અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરે છે. ઓટમીલમાં બીટા-ગ્લુકન ફાઈબર હોય છે, જે ઇન્સ્યુલિનને પણ કંટ્રોલ કરે છે, જે સુગરને કંટ્રોલ કરવામાં મદદરૂપ છે.
ADVERTISEMENT
ગ્રીક યોગર્ટ - આજકાલ બજારમાં ગ્રીક યોગર્ટ સરળતાથી મળી રહે છે, તે ડાયાબિટીસના દર્દીઓ માટે નાસ્તા માટે પણ સારો વિકલ્પ છે. તેમાં પ્રોટીન અને પ્રોબાયોટીક્સ હોય છે, જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. જો ઈચ્છો તો તેમાં સ્ટ્રોબેરી અને બ્લૂબેરી જેવી બેરી પણ ઉમેરી શકો છો.
ઇંડા - ઇંડામાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે અને કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ ઓછું હોય છે, જે બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. ઇંડા ખાવાથી પેટ ભરેલું રહે છે અને અનિયમિત સમયે લાગતી ભૂખ ઓછી થાય છે, જે સુગર લેવલને સંતુલિત કરવામાં મદદ કરે છે.
નટ્સ અને સીડ્સ - બદામ, અખરોટ, ચિયા સીડ્સ અને ફ્લેક્સ સીડ્સમાં ફાઈબર, હેલ્ધી ફેટ્સ અને પ્રોટીન હોય છે, જે બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. આ સ્લો પ્રોસેસિંગ મેથડથી પચે છે, જેના કારણે શરીરમાં સુગરનું લેવલ ઝડપથી વધતું નથી.
એવોકાડો ટોસ્ટ - એવોકાડોમાં હેલ્ધી ફેટ્સ અને ફાઈબર હોય છે, જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તમે તેને મેશ કરીને મલ્ટિગ્રેઇન બ્રેડ પર લગાવીને હેલ્ધી ટોસ્ટ બનાવીને ખાઈ શકો છો. મલ્ટિગ્રેન બ્રેડમાં પણ પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે.
આ પણ વાંચો: શું દૂધ પીવાથી આવી શકે હાર્ટ એટેક? ખૂબ ચોંકાવનારી વાત આવી સામે
કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ?
સફેદ બ્રેડ અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું ટાળો. નાસ્તામાં ફ્લેવર્ડ દહીં ન ખાઓ. ફ્રુટ જયૂસમાં સુગર હોય છે, જો તમે તેને ખાલી પેટે નાસ્તામાં પીવો છો તો સુગર લેવલ અચાનક વધી શકે છે. પરાઠા કે પુરી ખાવાનું પણ ટાળો. પેનકેક અથવા વેફલ્સ જેવી વસ્તુઓ પણ ન ખાવી જોઈએ.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.