બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઘરમાં વધી ગયો છે ભેજ, આવી રહી છે દુર્ગંધ, અપનાવો આ ઉપાય, મિનિટોમાં રાહત
Last Updated: 10:30 AM, 4 June 2026
ઘણા લોકો ભેજની દુર્ગંધ અને ફૂગથી પરેશાન તો હોય છે પરંતુ તેનો યોગ્ય ઉપાય શોધી શકતા નથી. જો તમે પણ આ સમસ્યાને લાંબા સમયથી અવગણી રહ્યા હોવ તો જાણો કે તે માત્ર દિવાલો, ફર્નિચર અને રંગને જ નુકસાન પહોંચાડતી નથી પરંતુ તમારા સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક બની શકે છે. જોકે ગભરાવાની જરૂર નથી. કેટલાક સરળ અને અસરકારક ઉપાયો અપનાવીને તમે ઘરની ભેજ ઓછી કરી શકો છો અને ભેજની દુર્ગંધથી છૂટકારો મેળવી શકો છો.
ADVERTISEMENT
જો ઘરમાં ભેજ વધુ રહેતી હોય, તો ડિહ્યુમિડિફાયરનો ઉપયોગ કરી શકાય છે. આ મશીન હવામાં રહેલી વધારાની ભેજને શોષી લે છે, જેના કારણે રૂમ વધુ ઠંડો અને આરામદાયક લાગે છે. તમે આખા ઘર માટે સિસ્ટમ લગાવી શકો છો અથવા જરૂરિયાત મુજબ અલગ-અલગ રૂમમાં નાનું ડિહ્યુમિડિફાયર વાપરી શકો છો.
ADVERTISEMENT
જો તમારી પાસે ડિહ્યુમિડિફાયર ન હોય તો કેટલીક ઘરેલુ વસ્તુઓ પણ મદદરૂપ બની શકે છે. બેકિંગ સોડા, સેંધા મીઠું અથવા ચારકોલ હવામાંની ભેજ શોષવામાં મદદ કરે છે. તેને ખુલ્લા વાસણમાં ભરીને બાથરૂમ, સ્ટોરરૂમ અથવા રસોડાના કેબિનેટ જેવી જગ્યાઓ પર રાખી શકાય છે.
ADVERTISEMENT
બજારમાં મળતા ભેજ શોષી લેતા બેગ અથવા પેકેટ નાની અને બંધ જગ્યાઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તેને કબાટ, બાથરૂમ અથવા સ્ટોરરૂમમાં લટકાવવાથી વધારાની ભેજ ઓછી થાય છે અને દુર્ગંધ પણ દૂર રહે છે.
ADVERTISEMENT
એસી માત્ર રૂમને ઠંડો જ નથી કરતું પરંતુ હવામાંની ભેજ પણ ઓછુ કરે છે. તેથી ઉકળાટવાળા દિવસોમાં એસી ચલાવવાથી ઘરનું ભેજ ઘટે છે. વધુ સારું પરિણામ મેળવવા માટે એસીના એર ફિલ્ટરને સમયાંતરે સાફ કરતા રહો.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ સ્ટ્રેટનર વગર વાંકળિયા વાળ થઈ જશે ચમકદાર અને સીધા, રસોડાની આ 4 ચીજ પાર્લર જેવો કમાલ કરશે
ADVERTISEMENT
લાંબા સમય સુધી ગરમ પાણીથી સ્નાન કરવું, વારંવાર ઓવન ચલાવવું અથવા ડ્રાયરનો વધુ ઉપયોગ કરવાથી ઘરમાં ભેજ વધી શકે છે. શક્ય હોય ત્યાં સુધી ઠંડા પાણીથી સ્નાન કરો અને કપડાં બહાર સુકવવાનો પ્રયાસ કરો.
રસોઈ બનાવતી વખતે અને સ્નાન કર્યા પછી રસોડા તથા બાથરૂમના એક્ઝોસ્ટ ફેન જરૂર ચલાવો. તેનાથી વરાળ અને ભેજ બહાર નીકળી જાય છે અને ઘરના અંદર ઉકળાટ ઓછો થાય છે.
ઘરની અંદર રાખેલા છોડ પણ હવામાં થોડી ભેજ છોડે છે. જો ઘરમાં પહેલેથી જ ખૂબ ભેજ હોય, તો થોડા દિવસ માટે છોડને બાલ્કની અથવા વરંડામાં રાખી શકાય છે.
ઘણી વખત થોડા સમય માટે બારીઓ ખોલવાથી હવાનો પ્રવાહ વધે છે અને ભેજ ઓછી થવા લાગે છે. ખાસ કરીને બાથરૂમ અને રસોડા જેવી જગ્યાઓમાં યોગ્ય વેન્ટિલેશન હોવું ખૂબ જરૂરી છે.
જો ઉકળાટ વધુ હોય, તો ઘરના દરવાજા અને બારીઓની આસપાસ રહેલા નાના-નાના ગેપ્સને સીલ કરી દો. તેનાથી બહારની ભેજવાળી હવા ઘરની અંદર ઓછી પ્રવેશે છે.
ઘરની છત અને ગટરમાં જમા થયેલી ગંદકી પાણી રોકી શકે છે, જેના કારણે લીકેજ અને ભેજની સમસ્યા વધી શકે છે. સમયાંતરે ગટરની સફાઈ કરવાથી આ મુશ્કેલીથી બચી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.