બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / health news how do care for body if have rheumatoid arthritis

હેલ્થ / શું ચાલ્યા બાદ હાથ-પગમાં સોજા આવી જાય છે? તો એલર્ટ! હોઇ શકે છે આ ગંભીર બીમારીના લક્ષણ

Arohi

Last Updated: 02:53 PM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rheumatoid Arthritis: વધારે ફાસ ચાલ્યા બાદ તમારા પણ હાથ-પગમાં સોજા આવી જતા હોય તો તેની અવગણના ન કરો. કારણ કે આ ગંભીર બીમારીના શરૂઆતી સંકેત હોઈ શકે છે.

  • ચાલ્યા બાદ તમને પણ થાય છે સમસ્યા? 
  • હાથ-પગમાં સોજા આવી જાય છે?
  • હોઈ શકે છે આ ગંભીર બીમારીઓના લક્ષણ 

ઉંમર વધવાની સાથે સાથે શરીરમાં ઘણા પ્રકારની તકલીફો શરૂ થઈ જાય છે. તેમાંથી સૌથી કોમન સમસ્યા છે હાથ પગ દુખવાની. હાથ અને પગમાં દુખાવો અને સોજા ઘણા કારણોથી આવે છે. પરંતુ તેના સંકેતને ઓળખવા જરૂરી છે કારણ કે જો તેની સારવાર સમય પર ન કરવામાં આવે તો ખતરનાક રૂપ લઈ શકે છે. 

ઘણી વખત એવું પણ થાય છે કે થોડું પણ ઝડપથી ચાલ્યા બાદ હાથ-પગમાં દુખાવો અને સોજા થવા લાગે છે. તેના પાછળ ઘણા કારણો હોઈ શકે છે પરંતુ આ એક ગંભીર બીમારીના સંકેત પણ હોઈ શકે છે. 

રૂમેટાઈડ અર્થરાઈટિસ
આજે આપણે વાત કરીશું રૂમેટાઈડ અર્થરાઈડિટસ વિશે જે સંધિવાનો જ એક એડવાન્સ સ્ટેજ છે. આ એક ઓટો ઈમ્યુન બીમારી છે. આપણી ઈમ્યુનિટી આપણને કોઈ પણ બીમાપીથી બચાવે છે પરંતુ ઓટો ઈમ્યૂન આપણી ઈમ્યૂન સિસ્ટમના હેલ્ધી સેલ્સને નુકસાન પહોંચાડે છે. 

દુનિયાભરમાં સંધીવા જેવી બીમારીથી સૌથી વધારે મહિલાઓ પીડિત છે. હાથ, કાંડુ, પગ, ઘૂંટણ, ખભા અને કોણીમાં સોજા તેના શરૂઆતી લક્ષણો છે. રૂમેટાઈડ અર્થરાઈટિસ આંખ, ફેફસા અને ત્વચાને ખૂબ વધારે અસર કરે છે. 

રૂમેટાઈડ અર્થરાઈડિટના લક્ષણ 

  • આ બીમારીમાં સૌથી વધારે દુખાવો સાંધામાં થાય છે. 
  • રૂમેડાઈડ અર્થરાઈટિસમાં સૌથી વધારે દુખાવો, પગ અને સાંધામાં થાય છે. 
  • ઘણી વખત આ બીમારી એટલુ ખતરનાક રૂપ લે છે જેના કારણે સાંધામાં રેડનેસ આવવા લાગે છે. આ બન્ને હાથ-પગને એક સાથે પ્રભાવિત કરી શકે છે. 
  • પગ અને હાથ સિવાય સોજા ધૂંટણ, કોણી અને ખભાના જોઈન્ટ્સ સુધી પહોંચી જાય છે. 
  • જો આ બીમારી વધારે વધી જાય તો લખવામાં કે કોઈ વસ્તુ પકડવામાં કે કોઈ સીડિઓ ઉતરવામાં મુશ્કેલી થઈ શકે છે. 
  • આ બીમારીથી દર્દીને ખૂબ વધારે થાક, ઉંધન આવવી, ભૂખ ન લાગવી અને તાવની સમસ્યા થઈ શકે છે. 

આ બીમારીથી બચવા માટે આ છે ખાસ ઉપાય 
આ બીમારીની સારવાર ઘણા પ્રકારથી કરવામાં આવી શકે છે. તમને ભોજનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અમુક ખાસ અને સારી આદતોને પોતાની લાઈફસ્ટાઈલમાં શામેલ કરો. તેના ઉપરાંત ડાયેટમાં ફેટી અસિડથી ભરપૂર વસ્તુઓને શામેલ કરો. 

વિટામિન સીથી ભરપૂર ફળ અને શાકભાજી ખાઓ. જેનાથી સોજાની મુશ્કેલીઓ ઓછી થાય. દેશી ઘીને પોતાની ડાયેટનો ભાગ બનાવો જેથી તમારા હાડકા મજબૂત થાય. આમ કરીને તમે હાડકાઓ અને સાંધાને મજબૂત બનાવી શકો છો. સાથે જ રોજ એક્સરસાઈઝ જરૂર કરો. 

સંકળાયેલા મુદ્દાઓ

Health Care Health News Rheumatoid Arthritis રૂમેટાઈડ અર્થરાઈડિટ rheumatoid arthritis
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ