બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / આરોગ્ય / health news do not eat these things with tea can harm you

લાઇફસ્ટાઇલ / સવાર-સવારમાં ચાનો આનંદ ઉઠાવો, પરંતુ સાથે ક્યારેય ન આરોગતા આ વસ્તુઓ, નહીં તો થશે નુકસાન

Arohi

Last Updated: 09:31 AM, 24 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health News: ચાની સાથે આ વસ્તુઓને ખાવાથી બચવું જોઈએ. નહીં તો તેનો ખરાબ પ્રભાવ શરીર પર પડી શકે છે. આવો જાણીએ એવી કઈ વસ્તુઓ છે જે ચા સાથે ન ખાવી જોઈએ.

  • દરેક ઘરમાં સવારે ચા સાથે નાસ્તો હોય છે
  • પરંતુ ઘણા લોકો અજાણતા કરે છે આ ભૂલો 
  • ચાની સાથે ક્યારેય ન ખાવી જોઈએ આ વસ્તુઓ 

સવારે અને સાંજે ગરમા ગરમ ચા સાથે નાસ્તો મળી જાય એટલે મજા પડી જાય. પરંતુ ઘણા લોકો એ વાતથી અજાણ હોય છે કે અમુક વસ્તુઓ ચાની સાથે ખાવાથી આપણા શરીરને નુકસાન પહોંચી શકે છે. ચાનો આનંદ ઉઠાવવા માટે આપણે અમુક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. નહીં તો સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. 

લીંબુનો રસ 
ચા અને લીંબુને એક સાથે લેવાથી બચવું જોઈએ. લીંબુમાં વિટામિન-સી અને ચામાં હાજર કેફીન એક બીજાની અસર ઓછી કરી દે છે. આટલું જ નહીં, ચામાં હાજર તત્વ અને લીંબુનું એસિડ પણ એક બીજાને નુકસાન પહોંચાડે છે. લીંબુની સાથે ચા પીવાથી પેટ સંબંધી સમસ્યાઓ પણ થઈ શકે છે. લીંબુના એસિડ અને ચાના તત્વો મળીને પેટમાં બળતરા પેદા કરી શકે છે. માટે ચાની સાથે લીંબુના રસનું સેવન ન કરવું જોઈએ. 

હળદર વાળી વસ્તુઓ
ચામાં કેફીન હોય છે જે ઉર્જા આપે છે પરંતુ હળદર ગરમ હોય છે. જો ચાની સાથે હળદર વાળી વસ્તુઓ ખાશો તો શરીરમાં વધારે ગરમી આવશે. તેનાથી આપણને પરસેવો આવવો, ચક્કર આવવા જેવી મુશ્કેલીઓ થઈ શકે છે. સાથે જ પેટમાં બળતરા, ગેસ બનવો જેવી મુશ્કેલીઓ પણ થઈ શકે છે. માટે ચાની સાથે ક્યારેય પણ હળદર વાળુ ભોજન ન કરવું જોઈએ. 

ફ્રાઈડ સ્નેક્સ 
વરસાદની સીઝનમાં મોટાભાગે લોકો ચા અને ભજીયા ખાવાનું પસંદ કરે છે. પરંતુ ભજીયા ડીપ ફ્રાય હોય છે ભજીયા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ભજીયામાં હાજર બેસન, પોષક તત્વોને શરીરમાં અવશોષિત થવાથી રોકે છે. તેનાથી પેટમાં દુખાવો, કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે. માટે ચાની સાથે ભજીયા ન ખાવા જોઈએ. 

ડ્રાય ફ્રૂટ્સ 
સૂકામેવા જેવા કે અખરોટ, બદામ, કાજુ ખૂબ જ પૌષ્ટિક હોય છે પરંતુ ચાની સાથે તેને ખાવા યોગ્ય નથી. સૂકામેવામાં આયર્નનું પ્રમાણ વધારે હોય છે જે ચામાં મળી આવતા તત્વોની સાથે મિક્સ નથી થતા. તેનાથી બન્નેને ફાયદો ઓછો થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ