બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / સવારે ઉઠતાં જ ફોન જોવા માટે ચડો છો ફાંફે, આ કૂટેવને બદલી નાખજો, 5 ગંભીર નુકસાન

હેલ્થ / સવારે ઉઠતાં જ ફોન જોવા માટે ચડો છો ફાંફે, આ કૂટેવને બદલી નાખજો, 5 ગંભીર નુકસાન

Last Updated: 08:27 AM, 18 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સવારે ઉઠતા જ કેટલાક લોકો ફોનને હાથમાં લઈને જોવા લાગે છે. કેટલાક લોકો તો સોશિયલ મીડિયા પર રીલ્સ જોવા લાગે છે. હવે સવાલ છે કે આ આદતની આપણા શરીર પર કેવી અસર પડે છે. ચાલો જાણીએ.

આજકાલ સ્માર્ટફોન આપણી જીવનશૈલીનો એ ભાગ બની ગયો છે કે જેના વિના ન તો ઊંઘ આવે છે, ન તો ઊંઘ ઉડે છે. રાતે ઊંઘતા પહેલા ફોન, સવારે ઉઠીને તરત ફોન, આખો દિવસ ફોન તો જોડે જ હોય. એટલે કે હવે સ્માર્ટફોન વિના આપણા જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. પહેલા માણસની મૂળભૂત જરૂરિયાત હતી - રોટી, કપડાં અને મકાન. હવે એમાં મોબાઈલ પણ આવી ગયો છે. મોબાઈલ વિના તો જાણે જીવન અટકી હોય એવું લાગવા લાગે છે. પણ એ હકીકત છે કે દરેક વસ્તુના ફાયદાની સાથે નુકસાન પણ હોય છે. આવું જ સ્માર્ટફોન સાથે પણ છે.

using-mobile-on-bed

લોકોને સ્માર્ટફોનની એવી આદત પડી ગઈ છે કે આને લીધે હવે નુકસાન વધી રહ્યા છે. ફોનની એવી આદત લાગી ગઈ છે કે લોકો સવારે ઉઠતાની સાથે જ ફોન હાથમાં લઈ લે છે અને કલાકો સુધી ફોન વાપર્યા કરે છે. નિષ્ણાતો આને NoMoPhobia (No Mobile Phobia) કહે છે, જે ફોનથી દૂર થવાનો ડર દર્શાવે છે. ઘણા રિપોર્ટ્સમાં સામે આવ્યું છે કે સવારે ઉઠતા જ ફોનનો ઉપયોગ આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે સારો નથી. નોટિફિકેશન ચેક કરવું, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો અને સમાચાર સાથે જોડાયેલી માહિતી એકઠી કરવી, આ બધું હવે સામાન્ય થઈ ગયું છે. ત્યારે આજે જાણીએ સવારે ઉઠતાની સાથે જ મોબાઈલનો ઉપયોગ કરવાથી આપણા સ્વાસ્થ્યને શું નુકસાન થાય છે?

sleepless-final

સ્લીપ સિસ્ટમને નુકસાન

એક્સપર્ટ્સનું કહેવું છે કે ઉઠતા જ ફોન વાપરવાથી આની બ્લુ લાઈટ આપણી આંખો પર દબાણ લાવે છે. આને કારણે આખો દિવસ થાક રહે છે અને રાત્રે સૂતી વખતે પણ સમસ્યા થાય છે. જો આવું સતત થતું રહે તો ઊંઘ ન આવવાની સમસ્યા થઈ જાય છે.

સ્ટ્રેસ અને ઍન્ક્ઝાઇટી

શું તમે જાણો છો કે ઉઠતાની સાથે જ ફોન જોવાથી સ્ટ્રેસ કે ઍન્ક્ઝાઇટી થઈ શકે છે. ખરેખર, ઊંઘથી આપણું મગજ રિલેક્સ મૂડમાં હોય છે. કેટલાક મેસેજ અને એલર્ટ એવા હોય છે જે ટેન્શન વધારીને મૂડ બગાડે છે. આ પ્રકારનો સ્ટ્રેસ ક્યારેક આખા દિવસના કામ અને મૂડને અસર કરી શકે છે. આવી સ્થિતિમાં હાઈ હાર્ટ રેટ જેવી શારીરિક સમસ્યાઓ પણ થઈ જાય છે.

stress-1.jpg

કામ પર અસર

કેટલાક લોકો સવારે ઉઠતા જ ફોનને જોયા પછી ધ્યાન, વ્યાયામ અને સારો નાસ્તો જેવી તંદુરસ્ત આદતોને અનુસરવામાં અસમર્થ બની જાય છે. તેની અસર આપણા અંગત અને વ્યાવસાયિક જીવન બંને પર પડે છે. આવા કામની નકારાત્મક અસર થાય છે અને પ્રોડક્ટિવિટી પણ ઘટી જાય છે.

PROMOTIONAL 5

મોર્નિંગ રૂટીન ઇગ્નોર કરવું

હેલ્ધી મોર્નિંગ રૂટીન આપણા માટે ખૂબ જ જરૂરી છે, પરંતુ ઉઠીને તરત જ પહેલા ફોનને મહત્ત્વ આપવાથી ઘણા નુકસાન થાય છે. આપણે સ્ટ્રેચિંગ અથવા અન્ય તંદુરસ્ત પ્રવૃત્તિઓથી દૂર થવા લાગીએ છીએ અને બિનઆરોગ્યપ્રદ દિનચર્યાઓને અનુસરવાનું શરૂ કરીએ છીએ. સ્વસ્થ દિનચર્યાને અવગણવાથી માનસિક અને શારીરિક થાક લાગે છે.

આ પણ વાંચો: તમારા બાળકોની મેન્ટલ હેલ્થ માટે સ્માર્ટફોન જવાબદાર! મગજ પર કરે છે ખતરનાક અસર

બાળકો પર પણ ખરાબ અસર

children-mobile

માતા-પિતા બન્યા પછી આપણે ઘણી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. માતા-પિતા શું કરે છે તે બાળક પણ શીખે છે. આજકાલ માત્ર માતા-પિતા જ નહીં બાળકો પણ ફોન વિના જીવી શકતા નથી. જો પેરેન્ટ્સ સવારે ઉઠતાની સાથે જ ફોનનો ઉપયોગ કરે છે, તો તેને જોઈને બાળકો પણ આ ટેવ અપનાવે છે. એવામાં તેમના માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે. બાળક શારીરિક રમતોમાં ભાગ લેતું નથી અને સક્રિય ન હોવાને કારણે તેનું શરીર બીમારીઓની ચપેટમાં આવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NoMoPhobia Excessive Use of Mobile Disadvantages of Mobile
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ