બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ચાંદીપુરા વાયરસને ફેલાતો રોકવા આરોગ્ય વિભાગની બેઠક, અત્યાર સુધીમાં 14 બાળકોના મોત
Last Updated: 09:27 AM, 18 July 2024
રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિને લઈ આરોગ્ય વિભાગ દ્વારા મહત્વની બેઠક મળનાર છે. આરોગ્યમંત્રીનાં અધ્યક્ષ સ્થાને મળનારી બેઠકમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિની સમીક્ષા થશે. તેમજ રાજ્યનાં તમામ જીલ્લા, મહાનગરનાં આરોગ્ય અધિકારીને વીડિયો કોન્ફરન્સથી જોડાશે. આ બેઠકમાં રાજ્યનાં આરોગ્ય વિભાગનાં અધિકારીઓ પણ હાજર રહેશે. રાજ્યની મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ તંત્રનાં ર્ડાક્ટરોને પણ વીસીથી જોડવામાં આવશે. ચાંદીપુરા વાયરસની વર્તમાન સ્થિતિ અને તેનાં અટકાયતી પગલાઓ અંગે ચર્ચા થશે. રાજ્યમાં 26 ચાંદીપુરાનાં કેસો નોંધાયા છે. જે પૈકી 14 મૃત્યું પામ્યા છે.
ADVERTISEMENT
હાલમાં રાજ્યના કેટલાક જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુર વાયરસના કેસ નોંધાયેલ છે. જે સેન્ડ ફ્લાય 🦟(માટીની માખ) દ્વારા ફેલાય છે.
— Rushikesh Patel (@irushikeshpatel) July 17, 2024
▪️જેના લક્ષણોમાં હાઇગ્રેડ તાવ, ઝાડા, ઉલટી, ખેંચ આવવી અને અર્ધ બેભાન કે બેભાન થઇ જવું સામાન્યત: જોવા મળે છે.
▪️૦ થી ૧૪ વર્ષના બાળકો ને આ બીમારીની સંભાવના… pic.twitter.com/aKqRJ8rOnB
રેપીડ રિસ્પોન્સ ટીમે અરવલ્લી અને સાબરકાંઠા જીલ્લાની મુલાકાત લીધી
ADVERTISEMENT
ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા રોગથી 14 બાળકોનાં મૃત્યું થયા છે. આરોગ્ય વિભાગે સત્તાવાર વિગત જાહેર કરી છે. રાજ્ય કક્ષાની રેપીડ રિસ્પોન્સ ટીમ અરવલ્લી અને સાબરકાંઠા જીલ્લાની મુલાકાત લીધી છે. ચાંદીપુરાનાં શંકાસ્પદ 26 કેસ રાજ્યભરમાં નોંધાયા છે. અમદાવાદ, ગાંધીનગર સહિત 13 જીલ્લામાં કેસ નોંધાયા છે. રાજ્યભરનાં 10 હજાર 181 ઘરોમાં 51 હજાર 726 લોકોનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે.
ચાંદીપુરાનો અરવલ્લી નો એક કેસ કંફર્મ થયો
શંકાસ્પદ ચાંદીપુરા રોગથી અત્યાર સુધી 14 લોકોનાં મૃત્યું થયા છે. આરોગ્ય વિભાગે સત્તાવાર વિગતો જાહેર કરી છે. રાજ્યકક્ષાની રેપીડ રીસ્પોન્સ ટીમ દ્વારા અરવલ્લી અને સાબરકાંઠા જીલ્લાની મુલાકાત લીધી છે. ચાંદીપુરાનો અરવલ્લીનો એક કેસ કંફર્મ થયો છે. ચાંદીપુરા રોગનાં શંકાસ્પદ 26 કેસ રાજ્યભરમાં નોંધાયા છે. અમદાવાદ, ગાંધીનગર મહાનગરપાલિકા સહિત 13 જીલ્લામાં કેસ નોંધાયા છે. રાજ્યભરમાં 10181 ઘરોમાં 51724 લોકોનું સર્વેલન્સ હાથ ધરાયું હતું.
વધુ વાંચોઃ સુરતમાંથી ATSએ ઝડપી ડ્રગ્સની ફેક્ટરી, કરોડોનું કેફી પદાર્થ બનાવવાનું મટિરિયલ ઝડપાયું
રાજ્યનું આરોગ્ય વિભાગ એલર્ટ
રાજ્યનું આરોગ્ય વિભાગ એલર્ટ છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસનાં કેસ વધ્યા છે. 8 બાળકોનાં વાયરસનાં કારણે મોત થયા હતા. હિંમતનગરમાં 6 બાળકો, મહેસાણામાં 1 બાળક, પંચમહાલમાં 1 બાળક, વાયરસનું સંક્રમણ વધતા તંત્ર ચિંતિત બન્યું હતું. હિંમતગનરમાં 20 બેડનો વોર્ડ ઉભો કરાયો હતો. 9 મહિનાથી 14 વર્ષ સુધીનાં બાળકો પ્રભાવિત થયા હતા. ઘરમાં બાળક છે તો માખી-મચ્છરથી દૂર રાખજો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.