બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાંથી ATSએ ઝડપી ડ્રગ્સની ફેક્ટરી, કરોડોનું કેફી પદાર્થ બનાવવાનું મટિરિયલ ઝડપાયું

કાર્યવાહી / સુરતમાંથી ATSએ ઝડપી ડ્રગ્સની ફેક્ટરી, કરોડોનું કેફી પદાર્થ બનાવવાનું મટિરિયલ ઝડપાયું

Last Updated: 09:01 AM, 18 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતનાં પલસાણામાંથી એટીએસ દ્વારા ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી હતી. પલસાણાનાં કારેલીના રહેણાંક વિસ્તારમાં પતરાનાં ગોડાઉનમાં એટીએસે રેડ પાડી હતી.

સુરતનાં પલસાણામાંથી ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત એટીએસ દ્વારા ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી છે. ત્યારે પલસાણાનાં કારેલીનાં રહેણાંક વિસ્તારમાં પતરાનાં એક ગોડાઉનમાં એટીએસે રેડ પાડી હતી.

ગુજરાત ATS એ બાતમીના આધારે પલસાણા તાલુકાના કારેલી ગામની સીમમાં આવેલ રહેણાક વિસ્તારમાંથી ડ્રગ્સ જેવું ફેંકી પદાર્થ બનાવવાની ફેકટરી ઝડપી પાડી છે એટીએસની ટિમે મોડી રાત્રે કારેલી ખાતે રહેણાંક વિસ્તારમાં એક પતરાના ગોડાઉનમાં દરોડા પાડયા હતા.

જ્યાં ATS ની ટીમે દરોડા પાડતા ગોડાઉન માંથી મોટી માત્રામાં ડ્રગ્સ જેવું કેફી પદાર્થ બનાવાનું રો મટિરિયલ મળી આવ્યું હતું. મોટા પ્રમાણમાં ડ્રગ્સનું પ્રોડક્શન થતું હોવાનું માલુમ પડતાં એ.ટી.એસની ટીમે ઘટના સ્થળ ઉપર જ એફએસએલની ટીમને ફેકટરી ખાતે બોલાવી અને ડ્રગ્સ હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. જેને પગલે એ.ટી.એસની ટીમે ફેક્ટરીમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ બનાવવાનું રો મટિરિયલનો મુદામાલ કબ્જે કર્યો હતો અને ઘટના સ્થળ પરથી બે ઇસમોની અટકાયત પણ કર્યા હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે.

તો બીજી તરફ આ ફેકટરીમાં બીજા કેટલા ઈસમો સંડોવાયેલા છે તેમજ રો મટિરિયલ ક્યાંથી લાવ્યા હતા અને આ રો મટિરિયલ કયા મોકલવાના હતા તેની તપાસ હાલ એટીએસ કરી રહી છે તો સાથોસાથ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ ફેક્ટરીમાંથી કરોડો રૂપિયાનું રો મટિરિયલ એટીએસ દ્વારા સિઝ કરવામાં આવ્યું છે અને પતરાના ગોડાઉનને પણ સીલ કરવામાં આવ્યું છે ત્યારે હાલ એટીએસ ની ટિમ દ્વારા આરોપીને ઝડપી વધુ તપાસ હાથધરી છે.

વધુ વાંચોઃ સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ તો દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, જાણો તમારા વિસ્તારમાં કેવો વરસાદ

ડ્રગ્સનું મટિરિયલ ક્યાંથી લવાયું તે દિશામાં તપાસ શરૂ

ગુજરાત એટીએસને મળેલ બાતમીનાં આધારે એટીએસ દ્વારા સુરતનાં પલસાણામાં એક ફેક્ટરી પર રેડ કરી હતી. જ્યાંથી એટીએસે બે શખ્શોની ડ્રગ્સનાં જથ્થા સાથે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એટીએસ દ્વારા ગોડાઉનમાં રેડ પાડતા કરોડો રૂપિયાનું કેફી પદાર્થ બનાવવાનું મટિરિપલ ઝડપાયું હતું. એફએસએલની ટીમે ગોડાઉન સીલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ આ ડ્રગ્સનું મટીરીયલ ક્યાંથી લવાયું અને કોને આપવાનું હતું. તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Palsana drugs factory Surat News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ