બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / health-benefits-of-rose

NULL / સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે ગુલાબ જાણો તેના ફાયદા

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ફૂલોમાં ગુલાબને શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેની સુંદરતા અને આકર્ષણ અદ્ભુત છે. ગુલાબ પોતાની સુંગઘ અને સુંદરતાને કારણે બધાનું મનપસંદ ફૂલ છે. સામાન્ય ભાષામાં ગુલાબને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે તેના ઔષદિય ગુણોથી ઘણા પ્રકારની બિમારીઓ દૂર થાય છે.

વજન ઘટાડવાની લઇને હૃદય સંબંધિત બિમારીઓની સારવાર ગુલાબ કારગર છે. ગુલાબની કળીઓ અને તેનાથી બનતા ગુલકંદમાં અનેક રોગો સામે લડવાની ક્ષમતા રહેલી છે. આવો જાણીએ ગુલાબના કેવી રીતે ઉપયોગી નીવડી શકે છે...

કેવી રીતે કરશો ગુલાબનું સેવન:
 
એક ગ્લાસ પાણીમાં 10-15 ગુલાબની કળીઓ નાખી તેનો રંગ ભૂરો થઇ જાય ત્યાં સુધી ઉકાળો. તેમાં એક ચપટી ઇલાયચી પાઉડર અને સ્વાદનુસાર મધ ઉમેરો અને ગાળીને દિવસમાં 2 વખત પીવો.

ગુલાબ હૃદયરોગ સંબંધિત ઘણી બિમારીઓમાં પણ ઉપયોગી થાય છે. અર્જૂનના વૃક્ષની છાલને ગુલાબની કળીઓ સાથે ઉકાળી લો અને પીવાથી હૃદય સંબંધિત બિમારીઓ દૂર થાય છે. જોકે આ માટે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. 

ગુલાબમાં વિટામિન C સારા પ્રમાણ હોય છે જે હાડકાંઓ માટે ફાયદાકારક હોય છે. જોઇન્ટ્સના અથવા હાડકાઓના દુખાવાથી પરેશાન લોકો દરરોજ ગુલકંદનું સેવન કરે તો તેમને રાહત મળી શકે છે. 

વધારે પડતું વજન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જરૂરથી વધુ વજનને કારણે અનેક બિમારીઓ થઇ શકે છે જેના માટે પછી ડાયેટિંગ અને એક્સરસાઇઝનો સહારો લેવો પડે છે. પરંતુ જો તમે આ બધા માટે પૂરતો સમય ન ફાળવી શકતા હોવ તો ગુલાબના સેવનથી વજનમાં ઘટાડો કરી શકો છો.

દરરજો ભાગદોડથી શરીરમાં નબળાઇ આવી જાય છે અને ફ્રેશ ફિલ કરી શકાતું નથી. આવામાં ગુલકંદ ખાવાથી શરીરમાં તાજગી આવે છે અને પાણીની ઉણપ પણ દૂર થાય છે

ગુલબમાં એન્ટી ઓક્સિડન્ટ સારા પ્રમાણમાં હોય છે જેનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે સવારે ખાલી પેટે ગુલાબની 2-3 કળીઓ ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. 

ગુલાભના ઉપયોગથી મૂત્ર સંબંધિત બિમારીઓમાં પણ રાહત મળે છે. તેના સેવનથી પેટના દુખાવા અને કિડની સહિત બિમારીઓમાં રાહત મળે છે.

નોંધ:  આ તમામ ઉપાયો કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્યથી લો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ