બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / Health Benefits Of Milk With Jaggery

સ્વાસ્થ્ય / ગરમ દુધ સાથે ગોળ ખાવાથી થશે આ ફાયદા

Juhi

Last Updated: 03:04 PM, 16 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગરમ દુધમાં તમે ખાંડ ભેળવીને તો ક્યારેક પીધુ જ હશે, પરંતુ શું તમે જાણો છો કે ગરમ દુધમાં ગોળ ભેળવીને ખાવાના શું ફાયદા હોય છે. ગરમ દુધ અને ગોળને મિક્સ કરીને પીવાથી અનેક બિમારીઓ સામે રક્ષણ મેળવી શકાય છે. તમે ઘણા પ્રકારના રોગોથી બચી શકો છો અને સ્વાસ્થ્ય માટે તે ખુબ જ સારું કોમ્બિનેશન છે.

- રોજ ગરમ દુધ અને ગોળનું સેવન કરવાથી તમારા શરીરમાંથી અશુધ્ધિઓ નીકળી જાય છે. આ કારણે તમે બિમાર પડતા
નથી.

- જો તમે દુધમાં ખાંડ નાંખીને પીતા હો તો તેના બદલે ગોળનો ઉપયોગ કરો. તેના કારણે તમારું વજન કન્ટ્રોલમાં રહેશે.વધતા વજનને રોકવાનો આ સસ્તો અને સરળ ઉપાય છે.

- જો તમને પાચન સંબંધિત સમસ્યા હોય, ગેસ થતો હોય તો ગરમ દુધ અને ગોળનું સેવન કરવાથી પેટની બિમારીઓમાંથી મુક્તિ મળશે.

- જો રોજ ગોળનો એક નાનકડો ટુકડો આદુ સાથે મેળવીને ખાવામાં આવે તો સાંધા મજબુત બનશે અને દુખાવો પણ દુર થશે. આ એક સારુ એન્ટીબાયોટિક અને પેઇન કિલર છે. તેનાથી તમને તાત્કાલિક રાહત મળશે. દુધ અને ગોળ બંનેમાં કેલ્શિયમની સારી માત્રા હોવાથી હાડકા પણ મજબુત બને છે.

- ગરમ દુધ અને ગોળનું સેવન તમારી ત્વચાને પણ મુલાયમ બનાવશે અને સાથે સાથે ત્વચા સંબંધિત સમસ્યાઓમાંથી પણ છુટકારો મળશે.

- ગરમ દુધ અને ગોળના કોમ્બિનેશનથી તમારા વાળ પણ સ્વસ્થ રહેશે.

- ગરમ દુધ સાથે ગોળનું સેવન કરવાથી લેડીઝને પીરિયડ દરમિયાન થતા દુખાવા સામે પણ રાહત મળશે. પીરિયડ્સ દરમિયાન એક ગ્લાસ ગરમ દુધમાં પચાસ ગ્રામ ગોળ ભેળવીને રોજ પીવાથી તમને થાક નહીં લાગે અને શરીર દુખવાનું પણ ઓછુ થશે.

કેમ છે ફાયદાકારક

દુધમાં તમામ પ્રકારના વિટામીન સહિત કેલ્શિયમ, પ્રોટીન અને લેક્ટિક એસિડ હોય છે. ગોળમાં સુક્રોઝ, ગ્લુકોઝ અને ફોસ્ફરસ સહિત ઘણા ખનીજ તત્વ હોય છે જે શરીર માટે ફાયદાકારક છે. ગરમ દુધ અને ગોળના સેવનથી રક્ત સંચાર યોગ્ય રીતે થાય છે. આ ઉપરાંત લોહી શુધ્ધ થવાથી ત્વચા એકદમ ક્લીન લાગે છે. ત્વચા ચમકી ઉઠે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Jaggery Milk lifestyle Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ