બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Have you installed a money plant at home? It can cause huge damage
Last Updated: 11:53 PM, 8 April 2024
મની પ્લાન્ટ અનેક ઘરોમાં જોવા મળે છે. મની પ્લાન્ટને જમીન અને પાણી બંન્નેમાં ઉગાડી શકાય છે. આને ઘરમાં રાખવુ શુભ મનાય છે. માન્યતા મુજબ મની પ્લાન્ટને ઘરમાં રાખવાથી ધન ક્યારેય ખૂટતુ નથી. પરંતુ મની પ્લાન્ટને ઘરમાં રાખવાના કેટલાક ગેરફાયદા પણ છે. આજે આપણે મની પ્લાન્ટથી થતા નુકસાન વિશે જાણીશું.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ પ્લાન્ટમાં જ્યારે ફંગસ લાગી જાય છે ત્યારે એફિલ્સ માઈલબગ્સ અને સ્પાઈડર માઈટ્સ જેવા જીવોથી સંક્રમિત થઈ જાય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે જોખમી છે.

ADVERTISEMENT
મની પ્લાન્ટમાં કેલ્શિયમ ઓક્સાલેટ ક્રિસ્ટલ હોય છે જે આપણા ઘરના પાલતુ પ્રાણીઓના સ્વાસ્થ્ય માટે હાનીકારક હોય છે. તેનાથી બાળકને પણ નુકસાન થાય છે.
ADVERTISEMENT
જો મની પ્લાન્ટને ઘરમાં યોગ્ય દિશામાં રાખવામાં ન આવે તો તેનાથી આર્થિક નુકસાન પહોંચી શકે છે. વાસ્તુ મુજબ મની પ્લાન્ટને ક્યારેય ઈશાન દિશામાં ન રાખવું કેમ કે ઈશાન દિશાનુ પ્રતિનિધિત્વ ગુરૂ કરે છે. અને આ પ્લાન્ટ શુક્રનું પ્રતિનિધિત્વ કરે છે. શુક્ર અને ગુરુમાં શત્રુવત સંબંધ હોવાથી આ પ્લાન્ટને ઈશાનમાં રાખવાથી નુકસાનકારક સાબીત થાય છે.
ADVERTISEMENT
મની પ્લાન્ટને શુક્રનો છોડ માનવામાં આવ્યો છે જેથી તેની પાસે શુક્રના શત્રુ ગ્રહોના છોડ ન લગાવવા જોઈએ. જેમાં મંગળ,ચંદ્ર, સૂર્યના છોડ સામેલ છે.
ADVERTISEMENT
મની પ્લાન્ટને ક્યારેય ગિફ્ટ ન કરવો જોઈયે. મની પ્લાન્ટ લક સાથે જોડાયેલી વસ્તુ માનવામાં આવે છે. જેથી તેને કોઈને ગિફ્ટ કરવાથી આપણા લકની સાથે પૈસા પણ જતા રહે છે તેવી માન્યતા છે.
જો સમયસર આ પ્લાન્ટની યોગ્ય દેખરેખ ન રાખીએ તો આ પ્લાન્ટ રેંડમલી વધવા લાગે છે. અને તે નીચેની તરફ નમી જાય છે. જેને વાસ્તુની દ્રષ્ટીએ અશુભ માનવામાં આવ્યુ છે.
વાંચવા જેવું: શું તમે તળ્યા પછી વધેલા તેલનો કરો છો વારંવાર ઉપયોગ? તો ચેતી જજો, જાણો સાઇડ ઇફેક્ટ્સ
માન્યતા મુજબ જો મની પ્લાન્ટ ઉપરની દિશામાં વિકસીત ન થાય તો તે આપણી નસો પર નકારાત્મક અસર કરે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.