બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Harsh Sanghavi statement about love jihad conspiracies in Vadodara
Last Updated: 10:11 PM, 27 June 2023
ADVERTISEMENT
વડોદરામાં વિધર્મી યુવકે નામ બદલી હિન્દુ યુવતીને ફસાવવા મામલાને લઈ કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે. લવ જેહાદના ષડયંત્રોને લઇને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન સામે આવ્યું છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી કહ્યું કે, લવ જેહાદના મામલામાં સરકાર ખુબ ગંભીર છે.
હર્ષ સંઘવીનું નિવેદન
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, પોલીસને દરેક હોટલમાં જઇ ચેકિંગના આદેશ આપ્યા છે તેમજ વડોદરાની ઘટનામાં ફરિયાદ નોંધવા પોલીસને તપાસના આદેશ આપ્યા હતા તેમજ સરકારની બે એજન્સી તપાસ કરી રહી છે. વધુમાં જણાવ્યું કે, દીકરીઓના પરિવારને વિનંતી છે કે હિંમત કરીને આગળ આવે અને પરિવારનું નામ અને ઓળખ ગુપ્ત રાખીશું
ADVERTISEMENT
'તમામ હોટલોમાં ચેકિંગ ચાલુ છે'
હર્ષ સંઘવીએ કહ્યું કે, આ કિસ્સો સામે આવતા તાત્કાલિક પોલીસને તપાસનો આદેશ આપ્યો હતો. તેમણે ઉમેર્યું કે, આ કિસ્સો માત્ર વડોદરા પુરતો જ નહી પરંતુ સમગ્ર ગુજરાતમાં આવા કિસ્સાઓ ન બને તે માટે તમામ હોટલોમાં ચેકિંગ ચાલુ છે. તેમજ આ પ્રકારની ઘટના કોઈના પણ ધ્યાને આવે તો તાત્કાલિક પોલીસને જાણકારી આપવી અમે આ બાબતે ખૂબ ગંભીરતા પૂર્વક પગલા ભરવા માટે મક્કમ છીએ.
ADVERTISEMENT
વડોદરામાં વિધર્મી યુવકે યુવતીને ફસાવી હતી
અત્રે તમને જણાવી દઈએ કે, થોડા દિવસ અગાઉ વડોદરામાં વિધર્મી યુવકે નામ બદલી હિન્દુ યુવતીને ફસાવવી હતી. વીડિયો વાયરલ થયા બાદ મકરપુરા પોલીસે ઈરફાન દીવાન સામે કાર્યવાહી કરી હતી. બોગસ આધારકાર્ડ આપનારા હિતેશ ઠાકોર સામે પણ કાર્યવાહી કરાઈ છે. મકરપુરા પોલીસે ઈરફાન દીવાન, હિતેશ ઠાકોરની ધરપકડ કરી છે. હોટલ રાધેના મેનેજર દિનેશ ચૌધરીની પણ ધરપકડ કરાઈ છે. હિતેશ ઠાકોરે ઈરફાન દીવાનને પોતાનું આધારકાર્ડ આપ્યું હતું. તેમજ હોટલમાં રૂમ બુક કરાવવા જે આધારકાર્ડનો ઉપયોગ કરાયો હતો. પોલીસે ત્રણેયએ આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.