બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:20 AM, 1 April 2021
ADVERTISEMENT
હરિદ્વારમાં આ 12 વર્ષની જગ્યાએ 11માં વર્ષમાં આયોજિત થયા છે કુંભ
હરિદ્વારમાં કુંભ મેળાની આજથી શરુઆત થઈ ગઈ છે. 30 એપ્રિલ સુધી ચાલનારા કુંભના મેળામાં જનારા શ્રદ્ધાળુને 72 કલાક પહેલા કોરોનાની નેગેટિવ રિપોર્ટ બતાવવાનો રહેશે. કુંભ મેળા દુનિયાના સૌથી મોટા ધાર્મિક કાર્યક્રમ છે. ભારતમાં દર 12માં વર્ષ હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં વારાફથી આનું આયોજન કરવામાં આવે છે. જો કે કુંભના મેળાના ઈતિહાસમાં પહેલીવાર હરિદ્વારમાં આ 12 વર્ષની જગ્યાએ 11માં વર્ષમાં આયોજિત થયા છે.
ADVERTISEMENT
83 વર્ષોના સમય બાદ આ વર્ષે આ પ્રસંગ આવી રહ્યો છે
હકિકતમાં અમૃત યોગના નિર્માણ કાળ ગણના અનુસાર થાય છે. જ્યારે કુંભ રાશિનો ગુરુ આર્યના સૂર્યમાં પરિવર્તિત થાય છે. એટલે કે ગુરુ, કુંભ રાશિમાં નહીં થાય. આ માટે આ વખતે 11માં વર્ષમાં કુંભનું આયોજન થઈ રહ્યુ છે. 83 વર્ષોના સમય બાદ આ વર્ષે આ પ્રસંગ આવી રહ્યો છે. આ પહેલા આ પ્રકારની ઘટના વર્ષ 1760, 1885 અને 1938માં થઈ હતી.
ADVERTISEMENT

કુંભમાં આ વખતે 4 શાહી સ્નાન થશે
ADVERTISEMENT
આ વર્ષે પણ કુંભના મેળા દરમિયાન પવિત્ર ગંગામાં ડૂબકી લગાવવા લાખો ભક્ત ભેગા થઈ શકે છે. જો કે મહામારીને પહોંચી વળવા માટે સરકારે કડક ગાઈડલાઈન પણ જારી કરી છે. કુંભમાં આ વખતે 4 શાહી સ્નાન થશે જેમાં 13 અખાડા ભાગ લેશે. આ અખાડાની ઝાંકી નિકાળવામાં આવશે. આ ઝાંકીમાં સૌથી વધારે નાગા બાવા રહેશે. અને મહંત, મંડલેશ્વર, મહામંડલેશ્વર અને આચાર્ય મહામંડલેશ્વર નાગા બાવાઓનું અનુકરણ કરશે.

ADVERTISEMENT
શાહી સ્નાનની તિથિઓ
સોમવતી અમાવસ્તા (શાહી સ્નાન)- 12એપ્રિલ , 2021
બૈસાખી (શાહી સ્નાન)- 14 એપ્રિલ, 2021
રામ નવમી (સ્નાન)- 21 એપ્રિલ 2021
ચૈત્ર પૂર્ણિમા (શાહી સ્નાન)- 27 એપ્રિલ 2021
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.