બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Gujrat police save future of youth by arresting drugs God bless the questioning leader: Harsh Sanghvi

અમદાવાદ / ડ્રગ્સ પકડીને ગુજરાત પોલીસ યુવાનોના ભવિષ્યને બચાવે છે, સવાલ ઉઠાવનાર નેતાને ભગવાન સદબુદ્ધિ આપેઃ હર્ષ સંઘવી

Kishor

Last Updated: 05:57 PM, 30 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની HK કોલેજમાં ઇ એફ.આઈ.આર અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સહીતનાઑ ઉપસ્થિત રહ્યા હતા.

  • HK કોલેજમાં ઇ એફ.આઈ.આર ને લઈ જાગૃતિ કાર્યક્રમ
  • કાર્યક્રમમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન  
  • ગુજરાત પોલીસે યુવાપેઢીને સાથે જોડીને 750 જેટલા કાર્યક્રમો યોજ્યા 

રાજ્ય સરકાર દ્વારા અનોખી પહેલ સમાન ઇ-એફ.આઈ.આર શરૂ કરવામાં આવી છે. જે અંગેની માહિતી રાજ્યના ખૂણે-ખૂણે માહિતી મળી રહે તે માટે સરકાર અને પોલીસ સક્રિય છે. જેના ભાગરુપે ઇ-એફ.આઈ.આર એપ વિષયક માહિતી વધુ લોકો સુધી પહોંચે અને લોકો તેનો સરળતાથી ઉપયોગ કરી શકે તે માટે અમદાવાદ HK કોલેજ ખાતે ઇ એફ.આઈ.આરને લઈને જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.જે કાર્યક્રમમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સહીતનાઑએ હાજરી આપી હતી. જેમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ડ્રગ્સ પકડીને ગુજરાત પોલીસ યુવાનોના ભવિષ્યને અંધકારમાં ધકેલાતા અટકાવે છે છતાં પણ અમુક નેતાઑ સવાલ ઉઠાવે છે જે સવાલ ઉઠાવનાર નેતાને ભગવાન સદબુદ્ધિ આપે.  

ઇ એફ.આઈ.આરને લઈ જાગૃતિ કાર્યક્રમ
ઇ-એફ.આઈ.આર એપ વિષયક માહિતી કાર્યક્રમમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, ગુજરાત પોલીસે યુવાપેઢીને સાથે જોડીને 750 જેટલા કાર્યક્રમો યોજ્યા છે. હવે મોબાઈલ કે વાહન ચોરીની ફરિયાદ માટે પોલીસ સ્ટેશને ધક્કા નહિ ખાવા પડે કારણ કે FIR ઓનલાઈન થઈ શકે છે જેથી લોકોના સમયનો બચાવ થઇ શકે.સાથે-સાથે ચોરીને લઈને ઈન્સ્યુરન્સ પણ ઝડપથી પૂર્ણ થઈ શકશે. વધુમાં હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે દેશમાં ડ્રગ્સ મોટું દુષણ છે. વેસ્ટન કલચરમાં તમને ફેશન લાગતું હતું પરંતુ આ એક સૌથી મોટુ દુષણ છે.આ દુષણ ખૂબ જ ઝડપથી વકરી રહ્યું છે. જેને અટકાવવા રાજ્યની પોલીસ કામગીરી કરી રહી છે.
 
ગુજરાતમાં ડ્રગ્સ લાવવાનો પ્રયાસ કરશે એને પકડીશું : સંઘવી 
યુવાપેઢી ડ્રગ્સના દુષણમાં સપડાઈ બરબાદી નોતરી રહી છે જેનાથી દુર રહેવાની તાતી જરૂરિયાત છે. આ મામલે પોલીસની કામગીરીને લઈને હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ ડ્રગ્સના દૂષણ સામે રીતસરની મેદાને ઉતરી છે અને મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી રહી છે. વધુમાં ડ્રગ્સ મામલે એક યુવા નેતાના ટ્વીટને લઈ ગૃહમંત્રીએ કટાક્ષ કર્યો હતો. ડ્રગ્સ દરિયાઈ માર્ગે પોલીસ ડ્રગ્સ પકડી રહી હોવાના મુદ્દે કરી કટાક્ષ કરતા તેમણે જણાવ્યું હતું કે ડ્રગ્સ પકડીને ગુજરાત પોલીસ યુવાનોના ભવિષ્યને બચાવે છે છતાં પોલીસની સારી કામગીરી સામે સવાલો કરી વિપક્ષએ ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. આવા નેતાઓને ભગવાન સદબુદ્ધિ આપે. જેમાં ઉડતા પજાંબ ઓળખાય છે એમ ઉડતા ગુજરાત કહેશે. આઉપરાંત હર્ષ સંઘવીએ  હુંકાર કરતા જણાવ્યું હતું કે  ગુજરાતમાં ડ્રગ્સ લાવવાનો પ્રયાસ કરશે એને પકડીશું અને ઓરાપીઓનું ઘરનું સરનામુ બદલીને ગુજરાતની જેલ બનાવીશું તેમ જણાવ્યું હતું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ