બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Gujarat's encounter specialist G L Singhal retired two years early

અપડેટ / ગુજરાતનાં એનકાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ G L સિંઘલે બે વર્ષ વહેલા જ લીધી નિવૃત્તિ: ઈશરત જહાં કેસમાં આવ્યા હતા વિવાદોમાં

Priyakant

Last Updated: 04:44 PM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPS G L Singhal News: સિંઘલ 1996માં ગુજરાત કેડરના અધિકારી તરીકે પોલીસ સેવામાં જોડાયા હતા, 2001માં IPSમાં સામેલ કરવામાં આવ્યા, સરકારે તેમની નિવૃત્તિ માટેની વિનંતી સ્વીકારી લીધા બાદ હવે નિવૃત્તિનો માર્ગ મોકળો

  • સિનિયર IPS GL સિંઘલે નિવૃત્તિના બે વર્ષ પહેલાં નોકરીને અલવિદા કહી દીધું 
  • સિંઘલ 1996માં ગુજરાત કેડરના અધિકારી તરીકે પોલીસ સેવામાં જોડાયા હતા
  • સરકારે તેમની નિવૃત્તિ માટેની વિનંતી સ્વીકારી લીધા બાદ નિવૃત્તિનો માર્ગ મોકળો 
  • મીડિયા અહેવાલો મુજબ સંભવતઃ 5 ઓગસ્ટ તેનો છેલ્લો કાર્યકારી દિવસ હશે

ગુજરાતમાં IGP તરીકે કમાન્ડોને તાલીમ આપી રહેલા સિનિયર IPS GL સિંઘલે નિવૃત્તિના બે વર્ષ પહેલાં નોકરીને અલવિદા કહી દીધું છે. ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં વરિષ્ઠ આઈપીએસ અધિકારી જીએલ સિંઘલને જ્યારે આરોપી બનાવવામાં આવ્યા ત્યારે તે દેશભરમાં ચર્ચામાં આવ્યા હતા. હવે તેમણે સમય પહેલા નિવૃત્તિનો વિકલ્પ પસંદ કર્યો છે. સિંઘલ 1996માં ગુજરાત કેડરના અધિકારી તરીકે પોલીસ સેવામાં જોડાયા હતા. તેમને 2001માં ભારતીય પોલીસ સેવા (IPS)માં સામેલ કરવામાં આવ્યા હતા. સરકારે તેમની નિવૃત્તિ માટેની વિનંતી સ્વીકારી લીધા બાદ હવે નિવૃત્તિનો માર્ગ મોકળો થઈ ગયો છે. સંભવતઃ 5 ઓગસ્ટ તેનો છેલ્લો કાર્યકારી દિવસ હશે.

21 એપ્રિલના રોજ સિંઘલે સ્વૈચ્છિક નિવૃત્તિ માટે પરવાનગી માંગતી પોલીસ મહાનિર્દેશકને નોટિસ મોકલી અને નિયમ FR-56 હેઠળ સ્વૈચ્છિક નિવૃત્તિ માટે રાજ્યપાલને વિનંતી કરી. તેમણે 22 વર્ષથી વધુ સરકારી સેવા પૂર્ણ કરી હતી. 11 મેના રોજ અધિક પોલીસ મહાનિર્દેશક (વહીવટ) એ ગૃહ સચિવને સિંઘલના અકાળે નિવૃત્ત થવાના ઇરાદા વિશે જાણ કરી હતી અને તેમની સામે કોઈ તકેદારી/પ્રાથમિક/વિભાગીય તપાસ કે ફોજદારી કેસ નથી.

ઈશરત જહાં કેસ પછી આઈપીએસ જીએસ સિંઘલની ઈમેજ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પોલીસ ઓફિસર તરીકે બની હતી. જોકે તેઓ આ કેસમાં ધરપકડ કરાયેલા પ્રથમ પોલીસ અધિકારી હતા. આ પછી તેમને જેલ જવાની સાથે 14 મહિના સુધી સસ્પેન્ડ પણ રહેવું પડ્યું હતું. 21 ફેબ્રુઆરી 2013ના રોજ ધરપકડ બાદ જાન્યુઆરી 2015માં તેમને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા. ઈશરત જહાં એન્કાઉન્ટર તેમનું નામ આવ્યા બાદ તેઓ વિવાદોમાં ફસાયા હતા. તેનું નામ અન્ય ઘણા કેસોમાં સામે આવ્યું છે. સીબીઆઈની પકડમાં પણ રહેવું પડ્યું. જેના કારણે તેમની પોલીસ સેવા અધવચ્ચે જ સ્થગિત કરી દેવામાં આવી હતી.

ઈશરત જહાં કેસમાં સીબીઆઈએ આઈપીએસ સિંઘલની આરોપી તરીકે ધરપકડ કરી હતી. આ પછી તેમને 2001માં IPS તરીકે બઢતી મળી હતી. આખરે એપ્રિલ 2021માં સીબીઆઈ કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યા હતા. ત્યારે કોર્ટે કહ્યું હતું કે, પોલીસની કાર્યવાહી ફરજ પર હતી.  સિંઘલે 22 વર્ષથી વધુ સરકારી સેવા પૂર્ણ કરી છે. સરકારી અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સિંઘલ સામે હાલમાં કોઈ તકેદારી/પ્રાથમિક/વિભાગીય તપાસ કે ફોજદારી કેસ નથી. મૂળ અમદાવાદ, ગુજરાતના રહેવાસી, જી.એસ. સિંઘલે B.Com સાથે M.Com નો અભ્યાસ કર્યો છે.

21 એપ્રિલે સિંઘલે પોલીસ મહાનિર્દેશકને નોટિસ મોકલી સ્વૈચ્છિક નિવૃત્તિની પરવાનગી માંગી હતી. સરકારે તેનો સ્વીકાર કર્યો છે. આ પહેલા પણ એકવાર સિંઘલની સેવા છોડવાની ચર્ચા ત્યારે સામે આવી હતી જ્યારે એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ આત્મહત્યા રોકવા માટે એનજીઓ ખોલવા માગે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ