ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / PM મોદીની અપીલ બાદ વડોદરાની MS યુનિ.નો નવો નિર્ણય, જાણો શું
Last Updated: 12:32 PM, 1 June 2026
ADVERTISEMENT
MS University No Vehicle Day : વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીએ ઈંધણ બચત અને પર્યાવરણ જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે દર સોમવારે ‘નો વ્હીકલ ડે’ ઉજવવાની જાહેરાત કરી છે. આ પહેલનો હેતુ પેટ્રોલ-ડીઝલના વપરાશમાં ઘટાડો કરવા સાથે હરિત અને સ્વચ્છ કેમ્પસના નિર્માણને પ્રોત્સાહન આપવાનો છે.
ADVERTISEMENT
સોમવારે ‘નો વ્હીકલ ડે’
આ નિર્ણયના પ્રથમ જ દિવસે તેનો પ્રભાવ કેમ્પસમાં સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. સામાન્ય દિવસોની સરખામણીએ યુનિવર્સિટી પરિસરમાં વાહનોની સંખ્યા નોંધપાત્ર રીતે ઓછી જોવા મળી હતી. વાઇસ ચાન્સેલર પોતે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર પર હેડ ઓફિસ પહોંચ્યા હતા, જ્યારે તેમના સેક્રેટરી સાથે ટુ-વ્હીલર પૂલિંગ કરીને તેમણે આ અભિયાનને વ્યવહારિક સમર્થન આપ્યું હતું. બીજી તરફ રજિસ્ટ્રાર કૃષ્ણરાજસિંહ ચુડાસમા પગપાળા યુનિવર્સિટી પહોંચ્યા હતા.
ADVERTISEMENT
આ તરફ યુનિવર્સિટી પ્રશાસને તમામ અધ્યાપકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને દર સોમવારે વ્યક્તિગત વાહનોનો ઉપયોગ ટાળવાની અપીલ કરી છે. શક્ય હોય ત્યાં સુધી સાયકલ, જાહેર પરિવહન સેવા, કારપૂલિંગ અથવા પગપાળા મુસાફરીને પ્રાધાન્ય આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. આ અંગે તમામ ફેકલ્ટીના ડીનોને પણ સૂચના પાઠવવામાં આવી છે જેથી આ અભિયાનનો વ્યાપક અમલ થઈ શકે.
યુનિવર્સિટી સત્તાધીશોના જણાવ્યા અનુસાર કેમ્પસમાં અંદાજે 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જ્યારે મોટી સંખ્યામાં અધ્યાપકો અને કર્મચારીઓ પણ અહીં કાર્યરત છે. જો તમામ લોકો આ પહેલમાં સક્રિય સહભાગી બને તો દર અઠવાડિયે લાખો રૂપિયાનું પેટ્રોલ અને ડીઝલ બચાવી શકાય છે. સાથે જ વાહનોથી થતા પ્રદૂષણમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : AMCને ફળી ટિક્સ રિબેટ યોજના, છલકાઈ તિજોરી, આવક કરોડોમાં
વાઇસ ચાન્સેલરે જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલ જેવા કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવું માત્ર સરકારની નહીં પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે. યુનિવર્સિટીની આ પહેલ માત્ર ઈંધણ બચત પૂરતી મર્યાદિત નથી, પરંતુ યુવાનોમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારી અને જાગૃતિ વિકસાવવાનો પણ એક પ્રયાસ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ