બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 19 લોકોનાં મોત, બે હજુ પણ ગુમ, રેસ્ક્યૂ કામગીરી યથાવત
Last Updated: 11:55 PM, 10 July 2025
Gambhira Bridge Tragedy : વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધી મળતી વિગતો મુજબ 19 લોકો મોતને ભેટ્યા છે. આ તરફ હજી પણ NDRF અને ફાયર વિભાગની તપાસ યથાવત છે. વિગતો પ્રમાણે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પણ શોધખોળમાં મદદ કરી રહ્યા છે. ધારાસભ્યનું કહેવું છે કે, હજી મૃતદેહ હોવાની સંભાવના સાથે શોધખોળ યથાવત છે.
ADVERTISEMENT
આણંદ અને વડોદરાને જોડતો ગંભીર બ્રિજ દુર્ધટનામાં સતત નવી અપડેટ સામે આવી રહી છે. અહીં નદીમાંથી એક બાદ એક મૃતદેહ બહાર કાઢવામાં આવી રહ્યા છે. વિગતો મુજબ આજે મોડી રાત સુધી તંત્ર દ્વારા રેસ્ક્યુ કામગીરી ચાલી હતી. જેમાં બે જેટલી ટ્રકનો કાટમાળ, પિક ગાડી, ઈકો ગાડી,રીક્ષા બહાર કાઢવામા આવી છે. નોંધનીય છે કે, અત્યાર સુધી 19 જેટલા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે અને હજુ બે જેટલા વ્યક્તિ ગુમ છે.

ADVERTISEMENT
શું કહ્યું ધારાસભ્યએ ?
VTV NEWS સાથે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ વાતચીત કરી હતી. આ દરમિયાન ધારાસભ્યએ કહ્યું હતું કે, માર્ગ અને મકાન વિભાગ ચાર જેટલા જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને હજુ પણ કોઈપણ જવાબદાર અધિકારી હશે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આ મહત્વનો બ્રિજ હોવાથી સરકાર સ્તરે વિકલ્પ શોધશે.
ADVERTISEMENT
ચાર અધિકારીઓને ફરજ મોકૂફ કરાયા
નિષ્ણાંતોની આ ટીમ દ્વારા દુર્ઘટના સ્થળની જાત મુલાકાત કરાયા બાદ આ દુર્ઘટનાના કારણોના પ્રાથમિક તપાસ અવલોકનોના આધારે આ દુર્ઘટનામાં જવાબદાર જણાયેલાં અધિકારીઓ એન. એમ. નાયકાવાલા, કાર્યપાલક ઇજનેર, યુ.સી.પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર અને આર.ટી.પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર તથા જે.વી.શાહ, મદદનીશ ઇજનેરને તાત્કાલિક અસરથી ફરજમોકૂફી હેઠળ મૂકવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે.
ADVERTISEMENT
શું કહ્યું વડોદરાનાં કલેક્ટરે ?
અ અગાઉ વડોદરા કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે વહીવટી તંત્ર દ્વારા દરેક વ્યક્તિના પરિવારજનોનાં મિસિગ ઈન્ફોર્મેશન પોલીસ મારફતે તેમજ ઈજાગ્રસ્ત વ્યક્તિઓ મારફતે માહિતી મેળવી હતી. તેમજ મિસિંગ વ્યક્તિઓનું લીસ્ટ પણ બનાવેલ હતું. ગઈકાલે 6 વ્યક્તિઓનું લીસ્ટ મળ્યું હતું. જે મિસિંગ હતા. એમની શોધખોળ પણ શરૂ કરવામાં આવ્યું હતું. SDRF અને NDRF ની ટીમો દ્વારા ફરી શોધખોળ શરૂ કરી હતી. સવારે 7.30 કલારે પ્રથમ મૃતદેહ મળ્યો હતો. જે બાદ તબક્કાવાર બીજી બે મૃતદેહ મળ્યા હતા. આજે મળી આવેલ તમામ મૃતદેહોની પીએમની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
6 લોકોની તપાસ કમિટી
ADVERTISEMENT
આણંદ-વડોદરાને જોડતો મહીસાગર નદી પર આવેલ ગંભીરા પુલ ગત રોજ વહેલી સવારે તૂટી ગયો હતો. જૂનો જર્જરિત બ્રિજ તૂટી જતા ઘણા વાહનો ડૂબ્યા હતા. બ્રિજ દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા હતા. બ્રિજ દુર્ઘટના બાદ સરકાર દ્વારા 6 લોકોની તપાસ કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટી બ્રિજુ તૂટી પડવાના કારણો, ક્ષતિ અને બેદરકારી અંગે તપાસ કરશે. તેમજ ગંભીરા બ્રિજ અકસ્માતનો તાત્કાલિક પ્રાથમિક અહેવાલ કમિટી રજૂ કરશે. તેમજ બ્રિજ દુર્ઘટના અંગેનો 30 દિવસમાં અહેવાલ કમિટી સરકારના સોંપશે. ભવિષ્યમાં પણ અન્ય કોઈ બ્રિજ પડવાની દુર્ઘટના ન બને તે માટે પણ કમિટી સૂચનો આપશે. તેમજ માર્ગ મકાનના અધિક સચિવ, મુખ્ય ઈજનેર, અધિકારીઓનો કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાને બ્રિજ દુર્ઘટનાની સંપૂર્ણ જાણકારી મેળવી
બ્રિજ દુર્ઘટનાની જાણ PM મોદીને થતા તેઓએ વિદેશ પ્રવાસની વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનીક વાતચીત કરી હતી આણંદ-વડોદરાને જોડતા ગંભીરા બ્રિજની થયેલી દુર્ઘટના અંગેની સંપૂર્ણ વિગતો મેળવી હતી. તેમજ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમજ આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલીક સારવાર મળે તે માટેની જાણકારી પણ મેળવી હતી. તેમજ વડાપ્રધાન દ્વારા બચાવ અને રાહત કામગીરી અંગે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલી કામગીરીની વિગતો પણ મેળવી હતી.
વડાપ્રધાન દ્વારા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં થયેલ જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમજ પીએમ મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થયા તે માટે પ્રાર્થના કરી હતી. પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી દરેકને 2 લાખ રૂપિયાની તેમજ ઘાયલોને દરેકને રૂ. 50,000 ની સહાયની જાહેરાત પણ કરી હતી.
આ પણ વાંચો : ગંભીરા પુલ દુર્ઘટના મામલે સૌથી મોટું એક્શન, ચાર અધિકારીઓને ફરજ મોકૂફ કરાયા
રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા x પર જણાવ્યું હતું કે, આણંદ-વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યો હતો. તેમજ રાજ્ય સરકાર આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત પ્રત્યેક પરિવારની પડખે ઉભી છે. તેમજ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે. તેમજ ઈજાગ્રસ્ત થયેલા પ્રત્યેકને 50,000 રૂપિયાની સહાય તેમજ તમામ સારવાર તેમજ વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.