ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / લો બોલો, ઓલપાડમાં નજીવી બાબતે પતિએ પત્નીની હત્યા કરી નાખી, ઉતારી મોતને ઘાટ
Last Updated: 03:24 PM, 1 June 2026
ADVERTISEMENT
Surat Husband Wife Tragedy : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં માત્ર પાંચ મહિના પહેલાં પ્રેમલગ્ન કરનાર દંપતીના સંબંધોનો અંત અત્યંત કરુણ રીતે આવ્યો છે. સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પતિએ પોતાની જ પત્નીની હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
પ્રાથમિક વિગતો મુજબ ઓલપાડના કીમ નજીક આવેલા મુલદ ગામમાં રહેતા નિલેશ મઈડા અને દુર્ગા મઈડાએ પાંચ મહિના પહેલાં ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને સાથે રહેતા હતા. જોકે, ઘરઆંગણે બનેલી એક સામાન્ય બાબતને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. વાત એટલી વધી ગઈ કે ગુસ્સે ભરાયેલા નિલેશે પોતાની પત્ની પર હુમલો કરી દીધો હતો.
ADVERTISEMENT

આરોપ છે કે, નિલેશ મઈડાએ લાકડાના ફટકાથી દુર્ગાના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. હુમલા બાદ દુર્ગાની સ્થિતિ ગંભીર બનતા તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર મળે તે પહેલાં જ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ મૃતકના ભાઈએ કીમ પોલીસને કરી હતી. ફરિયાદ મળતા જ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં આરોપી પતિ નિલેશ મઈડાની ધરપકડ કરવામાં સફળતા મેળવી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો : મિશન કે-3 ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રોજગાર અને નાણાકીય જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો
આ તરફ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે એક સામાન્ય ઘરેલુ વિવાદે ભયાનક સ્વરૂપ ધારણ કરતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. પાંચ મહિના પહેલાં પ્રેમ અને વિશ્વાસના બંધનમાં જોડાયેલું દંપતી આજે એક હત્યાકાંડના કારણે ચર્ચામાં આવ્યું છે, જે સમાજ માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. હાલ કીમ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ