બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દૂધ ખરીદીને લઇ સાબર ડેરીનો મોટો નિર્ણય, કિલો ફેટે કર્યો આટલાનો ભાવ વધારો
Last Updated: 05:26 PM, 29 May 2026
Sabar Dairy : સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આ વિસ્તારની જીવાદોરી સમાન સાબર ડેરીએ દૂધના ભાવમાં વધારો જાહેર કરતા પશુપાલકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. સાબર ડેરીના નિયામક મંડળ દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ હવે પ્રતિ કિલો ફેટે રૂપિયા 15 નો વધારો કરવામાં આવ્યો છે, જેનો અમલ આગામી 1 જૂનથી થશે.
ADVERTISEMENT
જાણો હવે કેટલો વધારો ?
નવી જાહેરાત અનુસાર અત્યાર સુધી પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂપિયા 850 ચૂકવવામાં આવતા હતા, જ્યારે હવે વધારાના રૂપિયા 15 સાથે કુલ રૂપિયા 865 ચૂકવવામાં આવશે. આ નિર્ણયનો સીધો લાભ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અંદાજે સાડા ત્રણ લાખથી વધુ પશુપાલકોને મળશે. દર મહિને અંદાજિત 10 કરોડ રૂપિયાથી વધુની વધારાની રકમ પશુપાલકો સુધી પહોંચશે, જેના કારણે ગ્રામ્ય અર્થતંત્રને પણ મજબૂતી મળશે.
ADVERTISEMENT
સાબરડેરી દ્વારા દૂધ ખરીદ ભાવમાં વધારો
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 29, 2026
સાબરડેરી દ્વારા પશુપાલક પાસેથી ખરીદી કરવામાં આવતા
દૂધ ભાવમાં કિલો ફેટે રૂ.15 રૂપિયાનો વધારો, હવે રૂ. 865 કિલો ફેટ
પ્રમાણે ખરીદી કરાશે, આગામી 1 જૂનથી નવીન ભાવ વધારો અમલમાં આવશે#SabarDairy #MilkPrice #Farmers #Dairy #MilkRate #KiloFat… pic.twitter.com/0F2hvlCI16
શું કહ્યું સાબર ડેરીના સત્તાધીશોએ ?
ADVERTISEMENT
સાબર ડેરીના સત્તાધીશોએ જણાવ્યું હતું કે,. પશુઓના ઘાસચારા અને અન્ય ખર્ચમાં સતત વધારો થવાને કારણે પશુપાલકો પર આર્થિક ભાર વધી રહ્યો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દૂધના ખરીદી ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ સાબર ડેરી દ્વારા વાર્ષિક દૂધના ભાવફેર અંગે પણ મહત્વપૂર્ણ સંકેત આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ગરમીના કહેર વચ્ચે ડ્રાઇવિંગ ટેસ્ટના સમયમાં ફેરફાર, અમદાવાદીઓ નોંધી લે
ADVERTISEMENT
ડેરી સંચાલકોએ જણાવ્યું કે 30 જૂન પહેલા પશુપાલકોને દૂધના ભાવફેરની ચુકવણી કરવામાં આવશે અને ગત વર્ષની તુલનાએ આ વર્ષે વધુ ભાવફેર આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ઓછો ભાવફેર જાહેર થતા સાબર ડેરી ખાતે પશુપાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને હંગામો પણ સર્જાયો હતો. જોકે, આ વર્ષે વહેલી તકે અને વધુ રકમ સાથે ભાવફેર ચૂકવવાની ખાતરી અપાતા પશુપાલકોમાં ફરી ખુશીની લાગણી જોવા મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.