બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / Politics / રાજકોટ / Gujarat Rajkot civil hospital has too much patient bed on lobby

સબસલામત? / રાજકોટમાં રોગચાળાની રાજનીતિઃ સિવિલ દર્દીઓથી ઉભરાઈ, લોબીમાં બેડ પાથરી સારવાર શરૂ

Gayatri

Last Updated: 10:45 AM, 17 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો છે ત્યારે ઘેરઘેર માંદગીના ખાટલા છે અને હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે ત્યારે તંત્રતો સબસલામતના જ દાવા કરી રહ્યુ છે. પણ ખુદ સરકારી હોસ્પિટલમાં જ બધા બેડ ભરાયાઈ ગયા છે ત્યારે હોસ્પિટલના કોરિડોરમાં એક્સ્ટ્રા બેડ પાથરીને દર્દીઓની સારવાર કરાઈ રહી છે. આ મામલે વિપક્ષ આક્ષેપ કરી રહી છે કે તંત્ર રોગચાળાના આંકડા ખોટા બતાવી રહ્યુ છે ત્યારે ડોક્ટરોએ પણ પત્રકારો સાથે આ મુદ્દે ગેરવર્તન કરી લોબીમાં સારવાર લઈ રહેલા દર્દીઓની ફુટેજ લેવા મામલે બબાલ કરી હતી.

  • વોર્ડનંબર 10ની લોબીમાં બેડ પાથર્યા
  • રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં ડોકટરોની દાદાગીરી
  • તંત્ર રોગચાળાના આંકડા છુપાવી રહ્યુ છે

રાજકોટ શહેરમાં દિવસે દિવસે રોગચાળો વધી રહ્યો છે.. રોગચાળો વધતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ વધી રહ્યા છે. વહેલી સવારથી સિવિલ હોસ્પિટલના OPD સેન્ટરમાં દર્દીઓની લાઈન જોવા મળી રહી છે. દર્દીઓની સંખ્યા વધતા વોર્ડની લોબીમાં બેડ પાથરવા આવ્યા છે. હોસ્પિટલના વોર્ડ નંબર-10ની બહાર લોબીમાં દર્દીઓ માટે બેડ પાથરવામાં આવ્યા છે.

વોર્ડનંબર 10ની લોબીમાં બેડ પાથર્યા
રાજકોટ શહેરમાં રોગચાળો થયો બેકાબુ થયો છે. રોગચાળો વધતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો જમાવડો જોવા મળ્યો છે. OPD સેન્ટરમાં દર્દીઓની કતારો લાગી છે. દર્દીઓની સંખ્યા વધતા વોર્ડની લોબીમાં બેડ પાથરવા પડ્યા છે. વોર્ડ નંબર-10ની બહાર લોબીમાં બેડ પાથરવામાં આવ્યા છે. 

સરકારની ખાલી જાહેરાતો
એક બાજુ સરકાર જાહેર કરે છે કે, અમે રોગચાળાને નાથીશું. કાબુમાં લાવીશુ. સબસલામત છે પણ વાસ્તવિકતા આ દર્દીઓથી ઉભરાતી હોસ્પિટલો જોઈને છતી થઈ જાય છે. 
 
રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં ડોકટરોની દાદાગીરી
રાજકોટમાં રોગચાળાના આંકડા છુપાવાઈ રહ્યા છે અને ઉપરથી ડોક્ટરોની દાદાગીરી પણ જોવા મળી હતી. હોસ્પિટલ સ્ટાફે મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તન કર્યુ હતુ. મીડિયા દ્વારા ડેન્ગ્યુ સમાચારનુ કવરેજ કરાતા ડોક્ટર વિફર્યા હતા. લોબીમાં સારવાર લઈ રહેલા દર્દીનુ કવરેજ કરતા ડોક્ટરોએ વિરોધ કર્યો હતો. 

ડેન્ગ્યુના દર્દીઓના લોબીમાં અપાઈ રહી છે સારવાર
બેકાબુ રોગચાળાને છુપાવવા તંત્રના પ્રયાસો કામ નથી કરી રહ્યા. ડોકટરે કેમરા સામે કબુલ્યુ કે ડેન્ગ્યુની માહીતી છુપાવવામાં આવી રહી છે. રોગચાળાના આંકડા છુપાવવાનો વિપક્ષ આક્ષેપ લગાવી રહ્યુ છે તે હાલતો સાચો હોવાનો લાગે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ