બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / ગુજરાતમાં ઓનલાઈન વસ્તી ગણતરીનો પ્રારંભ, પહેલી વાર 33 સવાલ પૂછાશે, જાણો પ્રોસેસ
Last Updated: 12:39 PM, 17 May 2026
Gujarat Online census 2026 : ગુજરાતમાં આજે તા. 17 મે 2026થી ઓનલાઈન વસ્તી ગણતરીની નવી અને આધુનિક પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. વાસ્તવમાં ભારત સરકાર દ્વારા ‘જનગણના સે જન કલ્યાણ’ ના સૂત્ર સાથે શરૂ કરાયેલી આ ‘સ્વ ગણના’ (Self-Enumeration) પ્રક્રિયા દ્વારા હવે નાગરિકો ઘરે બેઠા પોતાની અને પોતાના પરિવારની માહિતી ઓનલાઈન નોંધાવી શકશે. આ અભિયાનનો મુખ્ય હેતુ વસ્તી ગણતરીને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવાનો છે.
ADVERTISEMENT
આ નવી ડિજિટલ વ્યવસ્થા હેઠળ લોકો 31 મે 2026 સુધી સત્તાવાર પોર્ટલ પર જઈ પોતાની વિગતો સબમિટ કરી શકશે. ખાસ વાત એ છે કે, હવે લોકો પોતે જ પોતાનું ફોર્મ ભરી શકશે, જેના કારણે માહિતી વધુ સચોટ રીતે સરકાર સુધી પહોંચશે. વસ્તી ગણતરી દરમિયાન નાગરિકોને કુલ 33 મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપવા પડશે, જેમાં પરિવારની માહિતી, શિક્ષણ, રોજગાર, રહેઠાણ અને અન્ય સામાજિક વિગતોનો સમાવેશ કરવામાં આવશે.
વસ્તી ગણતરી-2027ને અનુલક્ષીને ગુજરાત રાજ્યમાં આવતીકાલ તા.17-05-2026 રાત્રે 12:00 કલાક થી તા. 31-05-2026 દરમિયાન નાગરિકો ઓનલાઈન માધ્યમથી સુરક્ષિત રીતે ડેટા સબમિટ કરી શકશે. આ સમયગાળા દરમિયાન દેશના તમામ નાગરિકો ઘરે બેઠા જ પોતાની અને પોતાના પરિવારની વિગતો નોંધવા માટે સત્તાવાર વેબસાઈટ https://se.census.gov.in પોર્ટલ પર આપેલી લિંકનો ઉપયોગ કરી શકે છે.
ADVERTISEMENT

સરકારના જણાવ્યા મુજબ, દેશના વિકાસ અને ભવિષ્યની કલ્યાણકારી યોજનાઓ માટે સાચો ડેટા ખૂબ જ જરૂરી છે. આ માહિતીના આધારે સરકાર શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને આધુનિક સુવિધાઓ માટે વધુ સારી યોજના બનાવી શકશે. તેથી દરેક નાગરિકે જવાબદારીપૂર્વક સમયમર્યાદામાં પોતાની વિગતો ઓનલાઈન નોંધાવવી જરૂરી છે. જો કોઈ નાગરિકને ઓનલાઈન ફોર્મ ભરવામાં મુશ્કેલી પડે અથવા ટેકનિકલ સહાયની જરૂર હોય તો સરકાર દ્વારા 1855 ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે. આ સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે.
ADVERTISEMENT
અહીં જુઓ 33 સવાલોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
સી.આર.પાટીલે સ્વગણના પોર્ટલ પર ડેટા અપલોડ કર્યો
ADVERTISEMENT
આજે સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતા અને અગ્રણી આગેવાનીમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં તેમણે પોતે સક્રિય ભાગ લીધો હતો. સી.આર.પાટીલે ડિજિટલ પોર્ટલ પર પોતાની વ્યક્તિગત અને પારિવારિક વિગતો ઓનલાઇન સબમિટ કરીને નાગરિકો સમક્ષ આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આજથી ભારત સરકારના 'જનગણના ૨૦૨૭' કાર્યક્રમ અંતર્ગત 'સ્વગણના' પ્રક્રિયા શરૂ થઇ છે, આજે આ સમગ્ર પ્રક્રિયાનો ઓનલાઇન પ્રારંભ કરાવતા આનંદની લાગણી અનુભવી.
— C R Paatil (@CRPaatil) May 17, 2026
આ પ્રસંગે પરિવારની વિગતો ઓનલાઇન ભરી નાગરિક તરીકેનું કર્તવ્ય નિભાવી ધન્યતા અનુભવી.
સૌ નાગરિકોને સ્વગણના કાર્યક્રમમાં જોડાઇ,… pic.twitter.com/xg8TiwRPz3
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.