બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'મને વિશ્વાસ હતો કે, મારા કચ્છીમાડુ...', ભુજમાં PM મોદીનું સંબોધન
Last Updated: 05:46 PM, 26 May 2025
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. જેઓ દાહોદમાં સભા પૂર્ણ કર્યા બાદ ભુજ પહોંચ્યા છે. અહીં રોડ શો સહિત જાહેરસભાના કાર્યક્રમો છે. સાથો સાથ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવા જઈ રહ્યાં છે. જેના પગલે સભા સ્થળ પર મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે.
ADVERTISEMENT
PM મોદી ભુજ એરપોર્ટથી સભાસ્થળ સુધીના માર્ગ પર 1.5 કિલોમીટરનો રોડ શો યોજ્યો છે, જેમાં 10 હજાર જેટલી મહિલાઓ કેસરી સાડી અને માથે સિંદૂર લગાવીને PMનું સ્વાગત કર્યું છે. રોડ શો કર્યા બાદ રાજ્યભરના 53,414 કરોડના ખર્ચના વિવિધ 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત.
ADVERTISEMENT
વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું
પ્રધાનમંત્રી ભુજ ખાતે 53,400 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું છે. પાવર સેક્ટરના પ્રોજેક્ટ્સમાં ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કમાં ઉત્પન્ન થતી રિન્યુએબલ પાવરને ખાલી કરવા માટેના ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સ, ટ્રાન્સમિશન નેટવર્ક વિસ્તરણ, તાપી ખાતે અલ્ટ્રા સુપર ક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ યુનિટનો સમાવેશ થાય છે. તેમાં કંડલા બંદરના પ્રોજેક્ટ્સ અને ગુજરાત સરકારના અનેક રોડ, પાણી અને સૌર પ્રોજેક્ટ્સનો પણ સમાવેશ થાય છે.
ADVERTISEMENT
'આપણો તિરંગો ઝુકવું ન જોઈએ...'
ભુજમાં PMએ કચ્છી ભાષામાં સંબોધનની શરૂઆત કરી હતી, તેમણે કહ્યું કે, 'આપણો તિરંગો ઝુકવું ન જોઈએ...' તેમણે કહ્યું કે, 'પાણી માટે સદીઓથી કચ્છ તરસતું હતુ પરંતુ નર્મદા મૈયાની કૃપાથી મને નિમિત બનાવીને સુખી ધરતી પર પાણી પહોંચાડવાનું મને સૌભાગ્ય મળ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: પશુપાલકો માટે ખુશખબર, અમૂલે દૂધના ખરીદ ભાવમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
'એ દિવસ કચ્છ માટે દિવાળી બની ગયો હતો'
ADVERTISEMENT
તેમણે કહ્યું કે, 'મુખ્યમંત્રીના રૂપમાં પ્રથમવાર નર્મદાનું પાણી કચ્છની ધરતી પર આવ્યું ત્યારે એ દિવસ કચ્છ માટે દિવાળી બની ગયો હતો. મારું સૌભાગ્ય છે કે, સૂકી ધરતી પર પાણી પહોંચાડવા નિમિત બનવાનો મને અવસર મળ્યો છે'
'કચ્છ ગ્રીન એનર્જીનું કેન્દ્ર બની રહ્યું છે'
ADVERTISEMENT
PM મોદીએ કહ્યું કે, 'ગ્રીન હાઈડ્રોજન એક નવા પ્રકારનું ઈંધણ છે. આવનારા સમયમાં કાર, બસ, સ્ટ્રીટલાઈટ આ બધુ ગ્રીન હાઈડ્રોજનથી ચાલવાનું છે. કંડલા દેશના ત્રણ ગ્રીન હાઈડ્રોજન હબમાંથી એક છે. આજે પણ અહીં ગ્રીન હાઈડ્રોજન કારખાનાનો શિલાન્યાસ થયો છે. કારખાનામાં જે ટેક્નોલોજી લાગી છે તે પણ મેડ ઈન ઈન્ડિયા છે'
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.