બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / ઊંઝામાં કડવા પાટીદારના કુળદેવી મા ઉમિયાનું ધામ, આદ્યશક્તિ સ્વરૂપે કરી હતી સૃષ્ટિની ઉત્પતિ

દેવ દર્શન / ઊંઝામાં કડવા પાટીદારના કુળદેવી મા ઉમિયાનું ધામ, આદ્યશક્તિ સ્વરૂપે કરી હતી સૃષ્ટિની ઉત્પતિ

Last Updated: 06:30 AM, 4 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદથી 80 કિલોમીટર અને મહેસાણાથી 20 કિલોમીટરના અંતરે જીરાના વહેપાર માટે જાણીતા ઊંઝા શહેરમાં કડવા પાટીદારની કુળદેવી મા ઉમિયાનું ભવ્ય મંદિર આવેલું છે.

મહેસાણાના ઊંઝામાં ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે. માતા સીતાજી પૃથ્વીમાં સમાઈ ગયા ત્યારે લવ અને કુશની જવાબદારી ઉમિયા માતાજીને સોંપી હતી. લવના વંશજ લેઉવા અને કુશના વંશજો કડવા કહેવાયા તે કડવા પાટીદાર સમાજના કુળદેવી એટલે ઊંઝામાં બિરાજમાન મા ઉમિયા. ઉમિયાધામ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. અમદાવાદથી 80 કિલોમીટર અને મહેસાણાથી 20 કિલોમીટરના અંતરે જીરાના વહેપાર માટે જાણીતા ઊંઝા શહેરમાં કડવા પાટીદારની કુળદેવી મા ઉમિયાનું ભવ્ય મંદિર આવેલું છે.

mataji 1

કડવા પાટીદારની કુળદેવી જગત જનની આદ્યશક્તિ મા ઉમિયાદેવીએ આદ્યશકિત સ્વરૂપે સૃષ્ટિની ઉત્પત્તિ કરી. પૌરાણિક કથા અનુસાર માતા સીતા ઉમિયા માતાજીના પરમ ભક્ત હતા અને જ્યારે તેઓ પૃથ્વીમાં સમાયા ત્યારે તેમણે લવ અને કુશની જવાબદારી ઉમીયા માતાજીને સોંપી હતી. લવના વંશજ લેઉઆ અને કુશના વંશજો કડવા કહેવાયા. કડવા પાટીદાર સમાજ મા ઉમિયાની ભક્તિ અને આરાધના કરે છે જેના ફળ સ્વરૂપે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલુ મા ઉમિયાનું ભવ્ય મંદિર ઉમિયાધામ સમગ્ર વિશ્વમાં પ્રસિધ્ધ બન્યું છે.

mamamamm ]

ઊંઝા શહેરમાં બિરાજમાન મા ઉમિયા

જુદા જુદા યુગમાં જ્યારે જ્યારે આસુરી શક્તિઓનું પ્રભુત્વ વધ્યું ત્યારે જુદા જુદા સ્વરૂપે પ્રગટ થઈ મા ઉમિયાએ આસુરી શક્તિઓનો નાશ કરી દેવી શક્તિઓનું રક્ષણ કર્યું. મા સરસ્વતી, મા લક્ષ્મી અને મા કાળી ઉમિયા માતાના જ સ્વરૂપ છે. જગતમાં જ્યાં શક્તિનો વાસ છે ત્યાં મા ઉમિયાનો પ્રભાવ છે. માતાજી શક્તિ દિવ્યતા અને તેજ પ્રદાન કરે છે. યુપી, બિહારની સરહદે માધાવતીના રાજા વ્રજપાલસિંહ યુદ્ધમાં હાર્યા પછી પોતાના સૈનિકો સાથે માતૃશ્રાદ્ધ માટે ગુજરાત આવ્યા ત્યારે તેમને સ્વજાતી ભાઈઓનો મેળાપ થયો. તેમના સ્વજાતી ભાઈઓએ ઉંઝા રોકાઈ જવા આગ્રહ કર્યો અને તે કાયમી અહિં જ સ્થાયી થયા હતા. રાજા વ્રજપાલ સિંહે મંદિર બનાવી સવા લાખ શ્રીફળના હોમ સાથે કૂવા બનાવી તેમાં ઘી ભરી મોટો યજ્ઞ કર્યો હતો. એક દંતકથા પ્રમાણે મા ઉમિયાની સ્થાપના ખુદ ભગવાન શંકરે કરી હતી. વેદકાલથી મા ઉમિયાની પૂજા અર્ચના થાય છે. ઘણી વાર ધ્વંશ કરવામાં આવેલા મા ઉમિયાના પૌરાણિક મંદિરનું આશરે 145 થી 150 વર્ષ પહેલાં ગાયકવાડ સરકારે ફરી નિર્માણ કર્યુ હતુ. ધન ધાન્ય અને સમૃદ્ધિની દેવી તરીકે વેદોમાં પૂજાતી ઉષા દેવી એટલે જ મા ઉમિયાદેવી.

ma 3

આ પણ વાંચો: છારા ગામમાં રામાયણકાળનું ગંગેશ્વર મહાદેવનું મંદિર, ઋષિ અગસ્ત્યએ કરી હતી શિવલિંગ સ્થાપન

માતાજીનું મુખ્ય સ્થાનક મહોલોતના મોટા મઢનો ગોખ

માતાજીનું મુખ્ય સ્થાનક મહોલોતનો મોટો મઢ છે ત્યાં માતાજીના ગોખમાં મૂર્તિને સાચવીને રાખવામાં આવી છે. ગોખવાળી માના દર્શન કરી સૌ કોઈ પોતાની મનોકામના પૂર્ણ કરે છે. કડવા પાટીદારોની કુળદેવી મા ઉમિયાના દર્શને દરેક જ્ઞાતિ લોકો આવે છે. ભાવિકો સુખ શાંતિ, વિદેશ ગમન, સંતાન પ્રાપ્તિ જેવી મનોકામના લઈ માતાજીના શરણે આવે છે. પાટીદાર સમાજના નવપરણિત દંપતિ મા ઉમિયાના ધામે આવી માતાજીના દર્શન કરી તેમનુ લગ્નજીવન સુખી સંપન્ન રહેવાની મનોકામના કરે છે. ઉમિયાધામ મંદિર એક પર્યટક સ્થળ તરીકે પણ વિકસી રહ્યું છે. દર આસો સુદ આઠમના રોજ મા ઉમિયાના મંદિરે પલ્લી ભરાય છે. દર વર્ષે વસંત પંચમીના દિવસે માતાજીના જન્મોત્સવને પાટોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. અને વૈશાખ સુદ પૂનમના દિવસે મંદિરથી ભવ્ય નગરયાત્રા નીકળી આખા ઉંઝા શહેરમાં ફરે છે. ઉમિયા માતાજી મંદિરનું ટ્રસ્ટ માતા સંસ્થાન તરીકે ઓળખાય છે. માતા સંસ્થાન ધાર્મિક અને અને સામાજિક કાર્યો પણ કરે છે. માતા સંસ્થાને હરિદ્વારમાં કરોડોના ખર્ચે આશ્રમ બનાવ્યો છે. જેનો લાભ હરિદ્વાર જતા ભક્તો લે છે. ઉમિયા માતા સંસ્થાન જુદી જુદી જગ્યાએ કથા વાંચનનું આયોજન કરે છે. સંસ્થાને જુદા જુદા શહેરોમાં આશ્રમ બનાવ્યા છે જેનો લાભ દર્શનાર્થે જતા ભાવિકો થાય છે. ઉમિયા માતાજી સંસ્થાનમાં ભક્તોને રહેવા જમવાની ઉત્તમ સગવડ પૂરી પાડવામાં આવે છે. ભક્તોને નજીવા દરે શુદ્ધ અને સાત્વિક ભોજન પીરસવામાં આવે છે વર્ષે લાખો ભાવિકો ઉમિયાધામ આવી માતાજીના દર્શન કરી ધન્ય થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Umiya Mataji Temple Umiya Mataji Unjha Umiya Mataji
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ