બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

VTV / ગુજરાત / Gujarat liquor permits found 39 thousand 888 people

દે દારૂ! / ગુજરાતમાં આટલા હજાર લોકો પાસે છે દારૂની પરમિટ! અરજી સાથે આવકનો આંકડો જાણી ચડશે ચક્કર

Dinesh

Last Updated: 05:41 PM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Assembly Session: દારૂના પરવાનાથી સરકારને 3 વર્ષમાં 8.75 કરોડ રૂપિયાની આવક થઈ છે તેમજ રાજ્યમાં 39 હજાર 888 લોકો પાસે દારૂની પરમીટ હોવાનું સામે આવ્યું છે

રાજ્યમાં 39 હજાર 888 લોકો પાસે દારૂની પરમીટ હોવાનું સામે આવ્યું છે.વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોરે પુછેલા પ્રશ્નના જવાબમાં સરકારે આ ખુલાસો કર્યો છે.દારૂની પરમીટ મેળવવા માટે છેલ્લા 3 વર્ષમાં 14696 અરજીઓ કરવામાં આવી છે. 

જેટલી દારૂ પીશો, ગાયના કામ માટે એટલા જ વધારે રૂપિયા જશે! સરકારે તરકીબ  લગાવી, આવકમાં થશે બમ્પર ફાયદો / 'Jeetni Daru Pyoge-Utni Gauseva' - This  technique will give a bumper ...

સરકારને દારૂના પરવાનાથી કરોડોની આવક થઇ
જ્યારે 30 હજાર 112 લોકોની દારૂની પરમીટ રીન્યૂ કરવામાં આવી છે. દારૂના પરવાનાથી સરકારને કરોડોની આવક થવા પામી છે. 3 વર્ષમાં દારૂના નવા પરવાના હેઠળ 8.75 કરોડ રૂપિયાની આવક સરકારને થઈ છે. રીન્યૂ પરવાના હેઠળ 29.80 કરોડની આવક થઈ છે. આમ સરકારને દારૂના પરવાના હેઠળ છેલ્લા 3 વર્ષમાં 38.56 કરોડની આવક થઈ છે.

ભૂગર્ભ જળની સ્થિતિ અંગે સરકારનો જવાબ
વિધાનસભાના ગૃહમાં ગેનીબેન ઠાકોરે રાજ્યની ભૂગર્ભ જળની સ્થિતિને લઇ સરકારને જણાવ્યું કે રાજ્યમાં ભૂગર્ભ જળની સ્થિતિ અત્યંત ચિંતાજનક હોવાનું સામે આવ્યું છે. રાજ્યના 23 તાલુકાઓમાં ભૂગર્ભ જળના સ્તર ઉંડા ગયા હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. પરંતુ ભૂગર્ભ જળના સ્તર ઉંડા ગયા હોય તેવા તાલુકાની સંખ્યા ઘટી 30થી 23 થઈ છે . કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના પ્રશ્ન પર સરકારે જવાબ રજૂ કર્યો છે.

વાંચવા જેવું: મહેસાણામાં નીતિન પટેલ કે રજની?, રાજકોટમાં લેઉવા-કડવા રાગ, ચાર જિલ્લામાં આ નેતાઓએ કરી લોકસભા માટે દાવેદારી

રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં કેટલા આપઘાત ?
વિધાનસભાના ગૃહમાં કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં 25 હજાર 478 વ્યક્તિઓએ આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી છે. વર્ષ 2020-21માં 8 હજાર 307 લોકોએ આપઘાત કર્યો હતો. જ્યારે વર્ષ 2021-22માં 8 હજાર 614 લોકોએ આપઘાત કર્યો હતો. આપઘાતના કિસ્સાઓમાં પોલીસે 1901 લોકોની ધરપકડ કરી. જ્યારે 180 પોલીસ પકડથી દૂર છે. આપઘાતના  વિવિધ કારણો ગૃહમાં રજૂ કરવામાં આવ્યા. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના પ્રશ્ન પર સરકાર નો જવાબ.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ