ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અજબ ગજબ / અન્ય જિલ્લા / Gujarat Information Department has uploaded a video of dolphin in the okha sea on its Twitter..

Viral Video / છેક ગોવા ધક્કો ન ખાતા, ગુજરાતના આ દરિયા કાંઠે ગેલ કરતી ડોલ્ફિનનો VIDEO વાયરલ

Published By: Megha

Last Updated: 12:02 PM, 27 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત માહિતી ખાતા દ્વારા એક વીડીયો શેર કરવામાં આવ્યો છે જેમાં ઓખાનાં દરિાયમાં હિલ્લોળા લેતી ડોલ્ફિન જોવા મળી રહી છે. આ વીડીયો થોડી જ કલાકોમાં ઘણો વાયરલ થયો છે

ADVERTISEMENT

  • બેટ દ્વારકા એક ટાપુ છે જ્યાં પંહોચવા માટે લોકોએ બોટમાં બેસીને જવું પડે 
  • ઓખાનાં દરિાયમાં હિલ્લોળા લેતી ડોલ્ફિન જોવા મળી
  • ગુજરાત માહિતી ખાતાએ ડોલ્ફિનનો આ વીડીયો શેર કર્યો 

આપણું ગુજરાત ઘણાં ફરવાલાયક સ્થળો માટે જાણીતું છે અને ખાસ કરીને ગુજરાતમાં ચારધામ નું એક ધામ દેવભૂમિ દ્વારકા પણ આવેલ છે. લોકો દૂર દૂરથી આપણા ગુજરાતના દ્વારકાના બેઠેલ જગતના તાત એવા દ્વારકાધીશના દર્શન કરવા આવે છે. એવામાં દ્વારકા પણ પર્યટકનું પસંદીતા સ્થળ બની રહ્યું છે. દ્વારકાની આસપાસ ઘણાં ફરવાલાયક સ્થળો છે જેમાંથી એક છે ઓખા પાસે આવેલ બેટ દ્વારકા. બેટ દ્વારકા એક ટાપુ છે જ્યાં પંહોચવા માટે લોકોએ બોટમાં બેસીને જવું પડે છે અને તેની એક અલગ જ મજા છે. 

હાલ બેટ દ્વારકા ત્યાં ફરવા આવેલ પર્યટકોનું પસંદીતા સ્થળ બની રહ્યું છે. કારણકે ત્યાં મંદિરની સાથે સાથે કુદરતની પણ મજા લોકો સારી રીતે માણી શકે છે. ત્યાં આવેલ દરિયો અને દરિયાઈ જીવ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. હાલ જ ગુજરાત માહિતી ખાતા દ્વારા એક વીડીયો શેર કરવામાં આવ્યો છે જેમાં ઓખાનાં દરિાયમાં હિલ્લોળા લેતી ડોલ્ફિન જોવા મળી રહી છે. આ વીડીયો થોડી જ કલાકોમાં ઘણો વાયરલ થયો છે અને લોકો આ વીડીયોને ઘણો પસંદ કરી રહ્યાં છે. જો કે ઓખાના મધદરિયે આવા નજારા ઘણી વખત જોવા મળ્યાં છે. અવારનવાર ઓખાના આ દરિયે ડોલ્ફિન જોવા મળે છે. લાગે છે ડોલ્ફિન જેવાં ઘણાં બીજા દરિયાઈ જીવને ઓખાનો દરિયા કિનારા પરનું વાતાવરણ માફક આવી રહ્યું છે.

લોકો ડોલ્ફિનને દરિયામાં રમતા જોવા માટે ઘણાં પૈસા ખર્ચીને બીજા દેશોમાં જતા હોય છે એવામાં આપણા ગુજરાતના દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ઓખાના દરિયા કિનારા પાસે વારંવાર ડોલ્ફિન જોવા મળે છે. આ વાયરલ વીડીયો બેટ દ્વારકા પાસે આવેલ હનુમાન દાંડીથી એક કિલોમીટ દૂર એક ટાપુ પરનો છે જ્યાં સમુદ્રમાં ડોલ્ફિન મજાથી હિલ્લોળા લેતી નજર આવી હતી. 

ડોલ્ફિન વિશે તમને થોડું જણાવી દઈએ કે ડોલ્ફિનને એકલું રહેવું પસંદ નથી એ હંમેશા સમૂહમાં રહે છે અને એ સમૂહમાં કુલ 10 થી 12 ડોલ્ફિન હોય છે. ડોલ્ફિન 10-15  મિનિટ સુધી જ પાણીની અંદર રહે છે પણ પાણીની અંદર શ્વાસ લઇ શકતી નથી એટલા માટે જ તેને સતત પાણીની બહાર આવીને શ્વાસ લેવો પડે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Devbhoomi dwarka Dwarka dolphin okha viral video ડોલ્ફિન દેવભૂમિ દ્વારકા દ્વારકા Viral Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ