બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat health department coronavirus update 27 november 2020 Gujarat

ચિંતા / મહામારી મહાસ્પીડમાં : ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા, એક સપ્તાહમાં 10 હજારથી વધુ કેસ

Kavan

Last Updated: 07:25 PM, 27 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોના ગાંડા થયેલા આખલાની જેમ તોફાને ચડ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ચિંતાજનક કેસ નોંધાઇ રહ્યા છે તો  ખાસ કરીને અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાને લઇને સ્થિતિ વધુ વણસી છે. ત્યારે  આજરોજ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોનાના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 1607 કેસ નોંધાયા છે.

  • ગાંડા થયેલા આખલાની જેમ તોફાને ચડ્યો કોરોના
  • અત્યાર સુધીમાં સૌથી વધુ 1607 કોરોનાના કેસ
  • ગુજરાતમાં દિવસેને દિવસે સ્થિતિ વણસી રહી છે 

નોંધનીય છે કે, કોરોના વાયરસના નવા કેસની સામે આજે 1388 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,86,446 પર પહોંચ્યો છે. આજે 16 દર્દીઓના કોરોનાને કારણે મોત થતાં કુલ મૃત્યુઆંક 3922 પર પહોંચ્યો છે. 

રાજ્યમાં હાલમાં 14732 એક્ટિવ કેસ

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલમાં 14732 એક્ટિવ કેસ છે. રાજ્યમાં રિકવરી રેટ  90.90 ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 69,283 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 7,620,892 પર પહોંચ્યો છે. તો ચિંતાજનક વાત એ પણ છે કે, રાજ્યમાં હાલ 96 લોકો વેન્ટિલેટર પર છે. 

અમદાવાદ જિલ્લામાં 353 કેસ આવતા ચિંતા વધી 

આજે અમદાવાદ શહેરમાં 325, અમદાવાદ જિલ્લામાં 28, સુરત શહેરમાં 238, સુરત જિલ્લામાં 61, વડોદરા શહેરમાં 127, વડોદરા જિલ્લામાં 40 , રાજકોટ શહેરમાં 95, રાજકોટ જિલ્લામાં 44,ગાંધીનગર શહેરમાં 35, ગાંધીનગર જિલ્લામાં 31 તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં નવા 51 કોરોનાના કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, અમદાવાદ બાદ સુરતમાં કોરોનાને લઇને સ્થિતિ વધુ વણસેલી છે. છેલ્લા 5 દિવસ દરમિયાન આ બંન્ને શહેરોમાં 1700થી વધુ કેસ નોંધાતા સ્થાનિક તંત્ર વધુ એલર્ટ થયું છે. 

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત 

27/11/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 353
સુરત 299
વડોદરા 167
ગાંધીનગર 66
ભાવનગર 26
બનાસકાંઠા 51
આણંદ 37
રાજકોટ 139
અરવલ્લી 4
મહેસાણા 43
પંચમહાલ 32
બોટાદ 9
મહીસાગર 18
ખેડા 35
પાટણ 49
જામનગર 43
ભરૂચ 32
સાબરકાંઠા 23
ગીર સોમનાથ 15
દાહોદ 19
છોટા ઉદેપુર 4
કચ્છ 15
નર્મદા 14
દેવભૂમિ દ્વારકા 5
વલસાડ 6
નવસારી 8
જૂનાગઢ 23
પોરબંદર 2
સુરેન્દ્રનગર 27
મોરબી 16
તાપી 1
ડાંગ 3
અમરેલી 23
અન્ય રાજ્ય 0
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ