બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat health department coronavirus update 17 november 2020 Gujarat

ચિંતા / ગુજરાતમાં કોરોનાની બીજી લહેર? છેલ્લા 24 કલાકના આંકડા ખરેખર ચિંતા વધારનારા

Kavan

Last Updated: 08:14 PM, 17 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશ દિવાળીના તહેવારોની ઉજવણી કરી રહ્યો છે ત્યારે કોરોના વાયરસના નવા કેસ પણ સામે આવી રહ્યા છે અને ખાસ કરીને મહાનગરોમાં સંક્રમણે ચિંતા વધારી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1125 કેસ સામે આવ્યા છે.

  • ગુજરાતમાં કોરોનાની બીજી લહેર?
  • 24 કલાકમાં નવા 1125 કોરોનાના કેસ 
  • 1116 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

ઉલ્લેખનીય છે કે, શિયાળાની શરૂઆત અને તહેવારોની મોસમ જામી છે ત્યારે કોરોના વાયરસથી બચવા માટે ખાસ કાળજી રાખવા માટે ચેતવણી આપવામાં આવી છે. જો કે, આ તમામ પ્રકારની ચેતવણી અવગણીને ગુજરાતીઓ ટહેલવા નીકળી પડ્યા છે.પરંતુ આ તમામ બાબતો વચ્ચે ગુજરાતમાં થોડાક દિવસોથી કોરોના વાયરસ ફરીથી માથું ઊંચકી રહ્યો છે. દિવાળીના તહેવારોની મોસમ જામી છે ત્યારે મહાનગરોમાં લોકો કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરતા દેખાયા હતા ત્યારે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે.  

કોરોના અપડેટ : 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1125 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે.  મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ  91.45 ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 47,328 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 6,923,993 પર પહોંચ્યો છે. 

કોરોના વાયરસના નવા કેસની સામે આજે 1116 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,74,088  પર પહોંચ્યો છે. આજે 7 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3815 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલમાં 12458 એક્ટિવ કેસ છે, આ કેસ પૈકીના 74 દર્દીઓ સરકારી ચોપડે વેન્ટિલેટર પર છે જ્યારે 12384 દર્દીઓ સ્ટેબલ છે. 

દવાખાનાઓમાં બેડ ખૂટી પડે તેવી સ્થિતિ 

દેશ દિવાળીના તહેવારોની ઉજવણી કરી રહ્યો છે ત્યારે કોરોના વાયરસના નવા કેસ પણ સામે આવી રહ્યા છે અને ખાસ કરીને મહાનગરોમાં સંક્રમણે ચિંતા વધારી છે. ગઇકાલે કોરોના વાયરસના નવા 926 કેસ સામે આવ્યા હતા. તો ચિંતાજનક વાત એ છે કે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 648 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

ઉલ્લેખનીય છે કે, 80 દર્દીઓ ઓક્સિજન બહારથી પુરો પાડવામાં આવ્યો છે. તો મે મહિના કરતા પણ ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે છે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે. 

હોસ્પિટલ ફૂલ થવાની પણ શક્યતા

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થયો છે ત્યારે અમદાવાદમાં આગામી દિવસોમાં જો આવી જ સ્થિતિ રહી તો હોસ્પિટલ ફૂલ થવાની પણ શક્યતાઓ નકારી શકાતી નથી. ત્યારે આ સ્થિતિને પહોંચી વળવા મનપા તંત્રએ કમર કસી છે અને બેડ ખૂટે તો કિડની અને કેન્સર હોસ્પિટલના બેડ ઉપયોગમાં લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. 

તહેવાર ટાણે કોરોનાનો થયો વિસ્ફોટ 

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને દિવાળી બાદ હવે મુખ્યત્વે અમદાવાદમાં કોરોનાએ ચિંતામાં વધારો કર્યો છે. અમદાવાદમાં દિવાળી માં જાણે કોરોના વાયરસનો બોમ્બ ફૂટ્યો છે. 

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત

17/11/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 234
સુરત 180
વડોદરા 133
ગાંધીનગર 58
ભાવનગર 7
બનાસકાંઠા 52
આણંદ 17
રાજકોટ 92
અરવલ્લી 5
મહેસાણા 60
પંચમહાલ 15
બોટાદ 3
મહીસાગર 25
ખેડા 12
પાટણ 34
જામનગર 22
ભરૂચ 16
સાબરકાંઠા 14
ગીર સોમનાથ 6
દાહોદ 18
છોટા ઉદેપુર 4
કચ્છ 23
નર્મદા 3
દેવભૂમિ દ્વારકા 3
વલસાડ 0
નવસારી 2
જૂનાગઢ 19
પોરબંદર 0
સુરેન્દ્રનગર 45
મોરબી 12
તાપી 0
ડાંગ 0
અમરેલી 11
અન્ય રાજ્ય 0
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ