બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / gujarat government employment cm vijay rupani
Last Updated: 10:11 AM, 5 September 2020
ADVERTISEMENT
રાજ્યના યુવાનો માટે સૌથી મહત્વના સમાચાર આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વહીવટી તંત્રને પૂર્ણ થયેલી ભરતી પ્રક્રિયાના નિમણૂક પત્રો આપવા આદેશ કર્યો છે. જેમાં 8 હજારથી વધુ નિમણૂંક પત્રો આપવામાં આવશે.
આમ રાજ્યમાં ભરતી અને નિમણૂંક પ્રક્રિયા શરૂ થશે. પૂર્ણ થયેલી ભરતી પ્રક્રિયાના નિમણૂક પત્રો આપવા આદેશ કરાયો છે. જ્યારે બીજી તરફ 5 મહિનામાં 20 હજારથી વધુ યુવાઓને નોકરીની તક મળશે. સરકારી વિભાગોમાં રોજગારીની નવી તકો મળશે.રાજ્યના વિવિધ વિભાગમાં છેલ્લા ચાર વર્ષોમાં સવા લાખ ભરતી કરાઈ છે. ત્યારે હવે અટકેલી સરકારી નોકરીની ભરતી હવે તાત્કાલિક કરાશે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે સરકારી ભરતી પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે સરકારે કવાયત હાથ ધરી હતી. ભરતી પ્રક્રિયા મુદ્દે CM વિજય રૂપાણીએ પરીક્ષા પરિણામોની યાદી મંગાવી હતી. GPSCની 103 પેન્ડિંગ ભરતીના પરિણામોની યાદી મેળવવામાં આવી હતી. આ મુ્દ્દે ગઇકાલે GSSSBના અધ્યક્ષ અસિત વોરા સાથે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.