બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / ગુજરાત સરકારના મંત્રીમંડળનું ટૂંક સમયમાં વિસ્તરણ, અર્જુન મોઢવાડીયા સહિતના નેતાઓને મળશે સ્થાન

મોટા સમાચાર / ગુજરાત સરકારના મંત્રીમંડળનું ટૂંક સમયમાં વિસ્તરણ, અર્જુન મોઢવાડીયા સહિતના નેતાઓને મળશે સ્થાન

Sanjay Vibhakar

Last Updated: 07:10 PM, 12 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિસ્તણમાં હાલના ત્રણથી ચાર મંત્રીઓની બાદબાકી થઈ શકે છે. તેમના બદલે નવા ચારથી પાંચ ધારાસભ્યોને સ્થાન અપાઇ શકે છે. જેમાં ખાસ કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને ચૂંટણી જીતેલા અર્જુન મોઢવાડીયાને પણ મંત્રીમંડળમાં સમાવવામાં આવી શકે છે.

ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણની ઘડીઓ ગણાઈ રહી છે. ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નવી દીલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી આવ્યા બાદ સચિવાલયમાં વિસ્તરણની ચર્ચા શરૂ થઈ છે. જે મુજબ, આ મહીનાના અંત પહેલા વિસ્તરણ થઈ શકે છે. જ્યારે કેટલાક નેતાઓ માને છે કે, આ અઠવાડીયમાં વિસ્તરણ થાય તો પણ કોઈને નવાઈ નહી લાગે.

ચાર થી પાંચ ધારાસભ્યો મંત્રી બને તેવી શક્યતા

વિસ્તણમાં હાલના ત્રણથી ચાર મંત્રીઓની બાદબાકી થઈ શકે છે. તેમના બદલે નવા ચારથી પાંચ ધારાસભ્યોને સ્થાન અપાઇ શકે છે. જેમાં ખાસ કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને ચૂંટણી જીતેલા અર્જુન મોઢવાડીયાને પણ મંત્રીમંડળમાં સમાવવામાં આવી શકે છે.

વિસ્તરણની શક્યતાઓ જોતાજ કેટલાક ધારાસભ્યોનું લોબિંગ શરૂ

ઉપરાંત ભાજપના અન્ય નવા ચારેક ધારાસભ્યોનો પણ નંબર લાગી શકે તેમ છે. વિસ્તરણની શક્યતાઓને દેખાતા જ કેટલાક ધારાસભ્યોએ મંત્રી બનવા માટેનુ લોબીંગ શરૂ કરી દીધુ છે.હાલની સરકારમાં રહેલા મંત્રીઓ પૈકીના એક સિનિયર મંત્રીને હટાવવાની વાત છે. જો કે, આ મંત્રી ગયા અઠવાડીયે જ ગુપચૂપ દીલ્હી જઈ આવ્યા હતા. ચર્ચા મુજબ તેઓએ વડાપ્રધાનને મળીને પોતાના તરફથી તમામ પ્રકારની સ્પષ્ટતા કરી દીધી હોવાથી હવે તેમને પડતા મુકાય છે કે તેમનુ ખાતુ બદલાઈ છે કે કેમ તે જોવાનુ પણ રસપ્રદ બનશે.

મોઢવાડિયાને મળી શકે છે મંત્રીપદ

મુળ કોંગ્રેસના પણ હવે ભાજપનો ખેસ ધારણ કરનારા મોઢવાડીયા પણ વિસ્તરણની રાહ જોઈને બેઠા છે. કેમકે તેઓ કોંગ્રેસનો હાથ છોડ્યો ત્યારે ભાજપના મોટા નેતાઓએ તેમને મંત્રીપદ મળશે એવી બાંહેધરી આપી હતી.

બે થી ત્રણ મંત્રીઓને પડતા મુકાઇ શકે છે

ભુપેન્દ્ર પટેલની સરકારમાં રહેલા બેથી ત્રણ કેબિનટ મંત્રીઓની કામગીરીથી દીલ્હીના નેતાઓ ખુશ નથી. આ જ રીતે રાજ્યકક્ષાના ત્રણેક મંત્રીઓની કામગીરી નબળી છે. હવે આ તમામ મંત્રીઓને પડતા મુકવામાં આવે છે કે પછી તેમને સાવ સામાન્ય ખાતુ આપીને સાઈડલાઈન કરવામાં આવે છે તે જોવાનુ પણ રસપ્રદ બનશે. છેલ્લા બે દીવસથી તો સચિવાલયમાં જૂદા જૂદા વિભાગોમાં ફરજ બજાવતા સિનિયર આઈએએસ અને ડીજીપી ઓફિસના આઈપીએસ અધિકારીઓ પણ ક્યારે વિસ્તરણ થશે તેની એકબીજાને પૂછપરછ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ અમદાવાદના ફ્લાવર શોને નડી મોંઘવારી! શનિ-રવિ તો જતા જ નહીં! ટિકિટના ભાવમાં વધારો

PROMOTIONAL 13

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MLAs Expansion of the Cabinet Lobbying
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ