બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના ફ્લાવર શોને નડી મોંઘવારી! શનિ-રવિ તો જતા જ નહીં! ટિકિટના ભાવમાં વધારો

એએમસી / અમદાવાદના ફ્લાવર શોને નડી મોંઘવારી! શનિ-રવિ તો જતા જ નહીં! ટિકિટના ભાવમાં વધારો

Last Updated: 05:50 PM, 12 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે જાન્યુઆરી માસમાં યોજાનારા ફ્લાવર શોની ફીમાં આ વર્ષે વધારો કરી દેવાયો છે. જેમાં સોમ થી શુક્ર ના દિવસોમાં ટિકિટમાં રૂ.20 નો અને શનિ રવિના દિવસે રૂપિયા 25 નો વધારો એએમસી દ્વારા કરવામાં આવ્યો છે.

દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. આ ફ્લાવર શો જોવા લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. ત્યારે ગત વર્ષે પાંચ લાખની વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. જોકે આવનાર ફ્લાવર શોમાં AMC દ્વારા એન્ટ્રી ફી ટિકિટ માં વધારો કરવામાં આવ્યો છે. એએમસી દ્વારા ફી બમણી કરી દેવામાં આવી છે. જેમાં શનિ રવિ રૂ100 ફી ટિકિટ, સોમ થી શુક્ર રૂ 70 ટિકિટ ફી લેવામાં આવનાર છે. જોકે AMC સંચાલિત બાળકો માટે ફ્રી એન્ટી રાખવામાં આવી છે. જ્યારે અન્ય સ્કૂલના બાળકો માટે 10 રૂપિયાની ટિકિટ રાખવામાં આવેલ છે. ઉલ્લેખનિય છે કે ગત વર્ષે ફ્લાવર શો જોવા માટેની શનિ રવિ રૂ. 75 અને સોમથી શુક્ર 50 રૂ ની ટિકિટ હતી. તથા આવનાર શોમાં સવારે 8 થી 9 કલાક સ્પેશિયલ લોકો માટે રૂ.500 ની ટિકિટથી ખાસ લેનમાં શોને નિહાળી શકાશે. જોઈ શક્શે.

ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

અમદાવાદમાં AMC દ્વારા રિવરફ્રન્ટ ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કરોડો રૂપિયાનાં ખર્ચે ફ્લાવર શો નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ફ્લાવર શો માં અને આકર્ષક સ્કલ્પચર બનાવવામાં આવ્યા હતા. એએમસી દ્વારા આયોજન કરેલ ફ્લાવર શો એ રેકોર્ડ બનાવ્યો હતો. જેમાં લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર માટે અમદાવાદ ફ્લાવર શો ને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું.

વધુ વાંચો : 'મારા પર લગાવેલા તમામ આરોપો પાયા વિહોણા..' આપાગીગા મંદિર વિવાદ પર વિજય બાપુનું નિવેદન

ગત વર્ષે આવી હતી સુવિધા

પિટુનીયા જેવી ફૂલોની જાતિના 7 લાખથી વધુ રોપા દ્વારા 400 મીટર લાંબુ ફ્લાવર્સ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. 30થી વધુ વિદેશી ફૂલોની જાતિ પણ લોકોને જોવા મળશે. આ ઉપરાંત વીમકા, ગજેનિયા, એન્ટિરિનીયમ, એસ્ટર, તોરણીયા, પાઇન્સેનટીયા જરબેરા, ડહેલીયા વગેરે પ્રકારના 15 લાખથી વધુ ફૂલ છોડના રોપા જોવા મળશે. ફૂલ છોડના રોપાઓના વેચાણ માટે 8 જેટલી ખાનગી નર્સરીના સ્ટોલ રહેશે. જંતુનાશક દવા બિયારણ, ગાર્ડન ઓજારો તેમજ અન્ય ચીજ વસ્તુઓના વેચાણ માટેના 21 સ્ટોલ હશે. ખાણીપીણીને લગતા 15 જેટલા ફૂડ કોર્ટ પણ હશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Flower Show 2025 Sabarmati Riverfront Event Centre Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ