બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'મારા પર લગાવેલા તમામ આરોપો પાયા વિહોણા..' આપાગીગા મંદિર વિવાદ પર વિજય બાપુનું નિવેદન
Last Updated: 05:18 PM, 12 December 2024
જૂનાગઢના સતાધારમાં આવેલા આપાગીગામા મંદિરના મહંત પર તેના જ મોટા ભાઇ વિજય ચાવડાએ આરોપ લગાવ્યા હતા. જેમાં વિજયબાપુ વહીવટમાં ગોલમાલ કરતા હોવાના આરોપ લાગાવ્યો હતો. ત્યારે આ મામલે વિજયબાપુએ પ્રતિક્રિયા આપી હતી.
ADVERTISEMENT
તપાસ સમિતિની રચના કરવા માંગ
સમગ્ર મામલે વિજયબાપુએ પ્રતિક્રિયા આપતા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે કોઇ ચોક્કસ લોકો દ્વારા પ્રભાવ ઉભો કરવા ષડયંત્ર રચાતું હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત સમગ્ર મુદ્દે તપાસ સમિતિની રચના કરવા માંગ કરી હતી. આ સાથે સાથે જ યોગ્ય સમયે આગેવાનો દ્વારા જવાબ આપવાની વાત કરી છે.
ADVERTISEMENT
વધુ વાંચો : ગાયક કલાકાર વિજય સુવાળા પર તલવારથી હુમલાનો પ્રયાસ, ત્રણ લોકો સામે ફરિયાદ દાખલ
સતાધારના આપાગીગા મંદિરના મહંતે પોતાના પર લાગેલા આરોપ નકારી કાઢ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે ચોક્કસ લોકો દ્વારા ઉભું ષડયંત્ર ઉભું કરવામાં આવ્યું છે. તાજેતરમાં નીતિન ચાવડાએ મહંત વિજયબાપુ પર વહીવટમાં ગોલમાલ કર્યાના આરોપ લગાવ્યા હતા. જેને લઇ વિજયબાપુએ પ્રતિક્રિયા આપી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.