બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાયક કલાકાર વિજય સુવાળા પર તલવારથી હુમલાનો પ્રયાસ, ત્રણ લોકો સામે ફરિયાદ દાખલ
Last Updated: 10:50 PM, 10 December 2024
મળતી માહિતી મુજબ અમદાવાદના ઝુંડાલની પાસે આવેલા અગોરા મોલ જોડે ગાયક કલાકાર વિજય સુવાળા પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તલવાર-લાકડીઓ લઈ હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે ઘટના સર્જાતા વિજય સુવાળાએ 100 નંબર ડાયલ કરીને પોલીસ પાસે મદદ માંગી હતી. પ્રોગ્રામ કરવાના મુદ્દે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
3 લોકો સામે ફરિયાદ
જેમાં ઘટના બાદ વિજયે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં વિજય સુવાળાએ નવઘણ ગાટીયા, ફુલા રબારી, અનિલ રબારી સામે ફરિયાદ નોંધાવી હતી. અડાલજ પોલીસ સ્ટેશનમાં આ હુમલાખોરો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
વધુ વાંચો : HCનો મોટો ચુકાદો, 'બાળક પેદા ન કરવું એ પણ મહિલાનો હક', 29 વીકના ગર્ભપાતને મંજૂરી
અગાઉ ઘટી હતી ઘટના
થોડા મહિના પહેલા જ ઓફિસ પર ટોળાએ આવીને ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને ધોકા અને પાઈપો સહિત ટોળુ ઓફિસ પર ધસી આવ્યું હતુ. દિનેશ દેસાઈ નામના જમીન દલાલે ફરિયાદ નોંધાવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.