ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 06:02 PM, 10 December 2024
ADVERTISEMENT
દિલ્હી હાઈકોર્ટે એક મહિલાને 29 અઠવાડિયાના ગર્ભને પાડી દેવાની મંજૂરી આપતાં મહત્વની ટીપ્પણી કરી છે કે પ્રજનનના અધિકારમાં બાળક ન પેદા કરવાનો પણ મહિલાને પૂરો હક રહેલો છે.
ADVERTISEMENT
જીવનનું મૂલ્યાંકન કરવાનો અને યોગ્ય પગલું ભરવાનો મહિલાને અધિકાર
હાઈકોર્ટે એવું કહ્યું કે પોતાનું જીવનનું મૂલ્યાંકન કરવાનો અને યોગ્ય પગલું ભરવાનો મહિલાને અધિકાર છે અને ખાસ કરીને એ હકીકત માટે કે સંતાન પેદા કરવાના અધિકારમાં બાળક ન પેદા કરવાનો પણ મહિલાને અધિકાર છે. આ ચુકાદો આપતાં હાઈકોર્ટે મહિલાને તેના 29 અઠવાડિયાના ગર્ભનો ગર્ભપાતની મંજૂરી આપી હતી.
ADVERTISEMENT
24 અઠવાડિયાના ગર્ભપાતની મંજૂરી નહીં તો 29 માટે કેમ આપી
હકીકતમાં મહિલાએ 2023માં લગ્ન કર્યાં હતા અને લગ્ન પછી તરત તેના પતિનું એક્સિડન્ટમાં મોત થયું હતું. પતિના મોત બાદ મહિલા ખૂબ આઘાતમાં આવી ગઈ હતી અને પિયર જતી રહી હતી થોડા સમય બાદ અલ્ટ્રા સાઉન્ડ કરાવવામાં આવતાં તેને 29 અઠવાડિયાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. મહિલાએ ગર્ભપાત કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ તેને ગર્ભપાતની મંજૂરી આપવામા આવી નહોતી તેથી તેણે હાઈકોર્ટમાં અપીલ કરી હતી.
ADVERTISEMENT
ડામાડોળ હાલતમાં બાળકને કેવી રીતે મોટું કરી શકશે
ADVERTISEMENT
કેસની સુનાવણી કરતાં હાઈકોર્ટે કહ્યું કે પતિના મોત બાદ મહિલા ભારે આઘાતમાં છે અને તેને આપઘાતના વિચારો પણ આવી રહ્યાં છે. તે ઉપરાંત કમાણી પણ નહિવત, આવી સ્થિતિમાં તે બાળકને કેવી રીતે મોટું કરી શકશે, આથી તેનો ગર્ભપાત થાય તે વધારે ઈચ્છનીય છે.
સંકળાયેલા મુદ્દાઓ