બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat farmer: Potash fertilizer prices double,Dilip Sanghani said the international market is causal

BIG NEWS / ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, પોટાશ ખાતરમાં ભાવ વધારો ઝીંકાયો, દિલીપ સંઘાણીએ કહ્યું આ કારણ જવાબદાર

Vishnu

Last Updated: 05:22 PM, 3 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોટાશ ખાતરનો ભાવ છેલ્લા 10 મહિનામાં બે ગણો થયો, એપ્રિલ 2021માં પોટાશ ખાતરનો ભાવ 850 રૂપિયા હતો જે જાન્યુઆરી 2022માં 1700 થયો

  • પોટાશ ખાતરમાં ગુણ દીઠ 660 રૂપિયાનો વધારો
  • પોટાશ ખાતર સંપૂર્ણપણે આયાત કરવામાં આવે છે- સંઘાણી
  • 280 ડોલર પ્રતિ ટનથી વધીને 700 ડોલર થયો-સંઘાણી

નવા વર્ષની શરૂઆતમાં જ ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થઇ ગયો છે. ખાતરના ભાવમાં વધારો કરાતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. પોટાશ ખાતરમાં ગુણ દીઠ 660 રૂપિયાનો વધારો કરી દેવાયો છે. જેના કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 40 કરોડનો આર્થિક બોજો પડશે. ત્યારે 5 હજાર કરોડની સબસિડીની કેન્દ્ર સરકાર સમક્ષ માગ કરાઇ રહી છે. પોટાશ ખાતરનો ભાવ છેલ્લા 10 મહિનામાં બે ગણો થયો છે. એપ્રિલ 2021માં પોટાશ ખાતરનો ભાવ 850 રૂપિયા હતો. જ્યારે હવે જાન્યુઆરી 2022માં પોટાશ ખાતરનો ભાવ 1700 થયો છે. જેને લઇ રોકડીયા પાક અને શેરડીની ખેતી કરતા ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે.

ઈન્ટરનેશનલ માર્કેટમાં પોટાશનો ભાવમાં વધારો થયો છે-સંઘાણી
ખાતરના ભાવ વધારા મુદ્દે IFFCOના ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યું કે, પોટાશ ખાતર સંપૂર્ણપણે આયાત કરવામાં આવે છે.ઈન્ટરનેશનલ માર્કેટમાં પોટાશનો ભાવમાં વધારો થયો છે.280 ડોલર પ્રતિ ટનથી વધીને 700 ડોલર થયો છે...ખાતરના ભાવમાં વધારા માટે ઈન્ટરનેશનલ માર્કેટ કારણભૂત છે.પોટાશ ખાતરનો ભાવ ઈન્ટરનેશનલ ભાવ પ્રમાણે વધે છે.

પોટાશ ખાતરની કિંમતમાં વધેલા દર

એપ્રિલ 850 રૂ.
મે 1000 રૂ.
ઓગસ્ટ 1015 રૂ.
સપ્ટેમ્બર 1040 રૂ.
જાન્યુઆરી 1700 રૂ.

ખેડૂતોને પડ્યા પર પાટુ
સતત વધતા જતા પોટાશના ભાવ વધારાને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઇન્ડિયન પોટાશ કંપનીએ નવા વર્ષથી નવા ભાવનો અમલ કરવા પરિપત્ર જાહેર કર્યો છે. ફેડરેશન, જિલ્લા, તાલુકા અને ખેડૂત કેન્દ્રને લેખિતમાં આ માટેની જાણ કરાઈ હતી, પરંતુ જાણે કે ખેડૂતોને પડતા પર પાટુ જેવો ઘાટ સરકાર એ ઘડયો છે. હાલમાં જ કમોસમી વરસાદના બાદ આ રીતે પોટાશના ભાવમાં વધારો થવાથી જગતના તાતની મુશ્કેલીમાં મોટો વધારો જોવા મળ્યો છે.આવનારા દિવસોમાં ખેડૂતો સાથે બેઠક યોજીને આગળની રણનીતિ નક્કી કરશે,સાથે સાથે દક્ષિણ ગુજરાત ખેડુત સમાજે સરકાર ને ચીમકી ઉચ્ચારી છે,કે જો સરકાર ભાવ વધારો પાછો નહિ ખેંચે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ