બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / Politics / gujarat election results mamata banerjee tmc targets congress for its perfomance
ADVERTISEMENT
કાલે ગુજરાત વિધાનસભા ચુંટણીનું પરિણામ આવ્યું હતું જેમાં સૌથી ખરાબ હાર કોંગ્રેસની થઇ છે. જેના કારણે કોંગ્રેસ સામે નવો પડકાર આવ્યો છે. હવે ભાજપ વિરોધી પક્ષોએ પણ કોંગ્રેસને ઘેરવાનું શરૂ કરી દીધું છે. ગુરુવારે વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને 2024ની લોકસભા ચૂંટણીમાં તેની ક્ષમતાઓ પર સવાલ ઉઠાવ્યા.
ગુજરાતમાં કોંગ્રેસ લડાઈ કરી જ નહોતી
TMCનું કહેવું છે કે દેશમાં ભાજપ વિરુદ્ધ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એકમાત્ર ચહેરો છે. પાર્ટીના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું કે ગુજરાત ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસે પોતાની ટીકા કરવાની જરૂર છે. ગુજરાતમાં તે (કોંગ્રેસ) લડાઈમાં જ જોવા મળી નથી. જ્યારે કોંગ્રેસ પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્યમાં જીત મેળવીને પોતાને સાબિત કરવાની તક હતી. પરંતુ તે આમ કરવામાં નિષ્ફળ ગઈ. કોંગ્રેસ ચૂંટણીમાં ઈજ્જત પણ બચાવી શકી નથી.
ADVERTISEMENT
ભાજપનો એકમાત્ર વિકલ્પ TMC
ટીએમસીના પ્રવક્તાએ કહ્યું કે કોંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો મુકાબલો કરવા સક્ષમ નથી. તેમણે કહ્યું કે જે પાર્ટી ગુજરાતની લડાઈમાં હારી ગઈ છે, તે પાર્ટી લોકસભાની ચૂંટણી કેવી રીતે લડશે. દેશમાં ભાજપનો વિકલ્પ માત્ર TMC જ બની શકે છે અને ચૂંટણી પરિણામોએ ફરી એકવાર તેની સુસંગતતા સાબિત કરી છે.
ભારત જોડો યાત્રામાં વ્યસ્ત રહ્યા
તે જ સમયે, ટીએમસી સાંસદ સુખેન્દુ શેખર રોયે કહ્યું કે કોંગ્રેસે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મજબૂત રણનીતિ બનાવવી જોઈતી હતી, પરંતુ તેઓએ તેમ કર્યું નહીં અને ભારત જોડો યાત્રામાં વ્યસ્ત રહ્યા. બીજી તરફ ટીએમસી સાંસદ શત્રુઘ્ન સિંહાએ ગુજરાતમાં ભારે જીત બદલ ભાજપને અભિનંદન પાઠવ્યા છે. તમને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કુલ 182 સીટોમાંથી 156 સીટો જીતી છે, જ્યારે કોંગ્રેસ 17 સીટો પર સમેટાઈ ગઈ છે. રાજ્યના ઈતિહાસમાં પાર્ટીનું આ સૌથી ખરાબ પ્રદર્શન છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.