ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Travel / Gujarat : dang gira waterfall best place to travel

ટ્રાવેલ / વીકેન્ડ મનાવો ગુજરાતના આ સ્થળે, VIDEO જોઇને થઇ જશો આફરીન

Published By: vtvAdmin

Last Updated: 07:23 PM, 3 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાંગમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ગીરાધોધમાં પાણીની આવક થઈ છે. પાણીની આવક થતા ગીરા ધોધમાં અદભૂત નજારો જોવા મળ્યો. આ નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. હાલમાં પાણીની આવક થતા ગીરા ધોધ વધુ સુંદર બન્યો છે.

ADVERTISEMENT

ધોધની ગર્જના પણ સંભળાય છે 

આપને જણાવી દઇએ કે, ગીરા ધોધ એટલે ગુજરાતનો એક ખૂબ જ જાણીતો ધોધ. દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં વઘઈ ગામની નજીક આ ધોધ આવેલો છે. અહીં અંબિકા નદી પોતે જ ધોધરૂપે પડે છે અને આગળ વહી, બીલીમોરા પાસે અરબી સમુદ્રને મળે છે. ધોધ લગભગ ત્રીસ મીટર ઉંચાઈએથી પડે છે. ચોમાસામાં જયારે અંબિકામાં પુષ્કળ પાણી હોય ત્યારે આ ધોધ ઘણો જ જાજરમાન અને રૌદ્ર લાગે છે. ઘણે દૂરથી ધોધની ગર્જના સંભળાય છે. 

કેમ પડ્યું ગીરા ધોધ નામ?

વઘઇના આંબાપાડા નજીક આવેલા આ વિશાળકાય ધોધના નામ પાછળ ઍક ચોક્કસ કારણ છે. આ નામ ઍક નદી ઉપરથી પડ્યું છે. મહારાષ્ટ્રના જંગલો અને પર્વતો ને ચિરતી ગીરા નદી ડાંગ સુધી પહોંચે છે. અહીં આબાંપાડા નજીક ઍક ઉંચા ખડક પરથી આ નદી સીધી નીચે અંબિકા નદીમાં ખાબકે છે. ગીરા નદીના નામ પરથી જ આ વોટરફોલને ગીરા ધોધ નામે ઓળખવામાં આવે છે. 

ધોધ સ્વરૂપે નીચે પડતા પહેલા તેના પાણીને રોકવા ઍક ચેક ડેમ પણ બનાવવામાં આવ્યો છે. ચોમાસામાં નદીમાં પાણીનો જથ્થો વધતો ચેક ડેમ ઓવરફલો થઇ ધોધ સ્વરૂપે ગીરા નદી નીચે પડી અંબિકામાં સમાઇ જાય છે. અહીંથી અંબિકા નદીના અનેક નાની મોટી નદીઓને પોતાનામાં સમાવતી બીલીમોરા પાસે અરબી સમુદ્રને મળે છે.

કેવી રીતે પહોંચવું?

ડાંગ જિલ્લાના વઘઈથી સાપુતારા જવાના રસ્તે ૨ કી.મી. જેટલું ગયા પછી, સાઇડમાં એક રસ્તો પડે છે. આ રસ્તે ૨ કી.મી. જેટલું જાવ એટલે ગીરા ધોધ પહોંચી જવાય. ટૂંકમાં, વઘઈથી ગીરા ધોધ ૪ કી.મી. દૂર છે. ગિરિમથક સાપુતારા અહીંથી ૫૦ કી.મી. દૂર છે. એ એક જોવા જેવું સ્થળ છે. વઘઈ, સૂરતથી ૧૫૦ કી.મી., અમદાવાદથી ૪૦૦ કી.મી. અને મુંબઈથી ૨૫૦ કી.મી. દૂર છે. વઘઈ રેલ્વે સ્ટેશન, બીલીમોરા-વઘઈ રેલ્વે લાઈન પર આવેલું છે. રહેવા માટે વઘઈ અને સાપુતારામાં હોટલો છે.

બેસ્ટ ટાઈમ

ચોમાસા પછી ડીસેમ્બર સુધી આ ધોધ જોવા માટે ઉત્તમ સમય છે. ધોધની નજીક છેક નદીના કિનારા સુધી વાહનો જઈ શકે છે. અહીં ચા, નાસ્તો, મકાઈ, રમકડાં વગેરેની દુકાનો છે. નજીકમાં અંબાપાડા ગામ છે, વાંસનાં ગાઢ જંગલો છે. આ ગીરા ધોધ વિકસાવાય, ધોધ આગળ રહેવાજમવા અને બાગબગીચા વગેરે સગવડો ઉભી થાય તો પ્રવાસીઓની સંખ્યા ઘણી વધે અને આવક પણ ઉભી થાય, તથા ધોધ દુનિયામાં જાણીતો થાય. ધોધ ખરેખર એક વાર જોવા જેવો છે.

વાંસની વિવિધ બનાવટનું વેચાણ

ડાંગનો આખો પ્રદેશ વાંસનાં જંગલથી ઘેરાયેલો છે. ગીરા ધોધની આસપાસ પણ નદીની બન્ને બાજુ વાંસ જંગલમાં પુષ્કર પ્રમાણમાં વાંસ ઉગે છે. અહીંના સ્થાનિકો માટે વાંસ રોજગારી ઊભી કરી આપે છે. આદીવાસીઓ વર્ષોથી વાંસની વિવિધ વસ્તુંઓબનાવતા આવ્યા છે. ગીરા ધોધ ખાતે તમને આવી વાંસની સુંદર બનાવટોનું વેચાણ કરતા થોડા સ્ટોલ જાવા મળશે. 

વાંસમાંથી બનાવેલી ફૂલદાની, કપ, નાંના મોટા બાસ્કેટ સહિત ગૃહ શોભનની અનેક ચીજ વસ્તું અહીં મળી રહેશે. ગીરા ધોધની મુલાકાત બાદ આ વાંસની બનાવટોને પણ સહેલાણીઓ જાઇને આનંદીત થાય છે અને હોશે હોશે ખરીદે પણ છે. તે સિવાઇ તમને અહીં નાગલીના પાપડ અને વાંસના અઠાણાંની પણ ખરીદી કરી શકો છો.

આસપાસ આવેલા અન્ય જોવાલાયક સ્થળો

ગીરા ધોધની મુલાકાત દરમ્યાન જો સમય બચે તો તમે આસપાસના અન્ય પિકનીક પ્લેસની પણ મુલાકાત લઇ શકો છો. આવા કેટલાક સ્થળો અને તેનું ગીરા ધોધથી અંતર કંઇક આ પ્રમાણે છે.

– વઘઇ બોટેનિકલ ગાર્ડન : ૨ કિલોમીટર
– વાંસદા નેશનલ પાર્ક : ૬ કિલોમીટર
– જાનકી વન : ૨૪ કિલોમીટર
– ઉનાઇ : ૩૦ કિલોમીટર
– માયાદેવી : ૩૩ કિલોમીટર
– સાપુતારા : ૫૦ કિલોમીટર

સંકળાયેલા મુદ્દાઓ

Best Waterfall in Gujarat Gira Waterfall ગિરા ધોધ ગુજરાત ટ્રાવેલ ગુજરાત ફરવાના સ્થળ ડાંગ ધોધ Travel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ