ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat Chief Secretary Anil Mukim gets further extension in his tenure

નિર્ણય / EXCLUSIVE : ગુજરાતના ચીફ સેક્રેટરીનો વધુ એક વખત કાર્યકાળ લંબાવાયો, રાજ્યના ઈતિહાસમાં બન્યો આ રેકોર્ડ

Published By: Hiralal

Last Updated: 04:37 PM, 22 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના મુખ્ય સચિવ અનીલ મુકીમનો કાર્યકાળ વધુ 6 મહિના લંબાવાયો છે.

ADVERTISEMENT

  • છ મહિના કરતા પણ વધારેનો કાર્યકાળ મેળવનાર મુકિમ ગુજરાતના ઈતિહાસમાં પહેલા મુખ્ય સચિવ બન્યાં 
  • ભારત સરકારે અનિલ મુકિમનો કાર્યકાળ લંબાવવાનો નિર્ણય કર્યો
  • ઓગસ્ટ 2020 માં છ મહિનાનું એક્સેટેન્શન મળ્યું હતું હવે ફેબ્રુઆરીમા બીજા છ મહિનાનું ફરી એક્સટેન્શન મળ્યું 

સેવાનિવૃતી બાદ છ મહિના કરતા પણ વધારેનો કાર્યકાળ મેળવનાર મુકિમ ગુજરાતના ઈતિહાસમાં પહેલા મુખ્ય સચિવ બન્યાં છે. 

ભારત સરકારે ગુજરાત સરકારના મુખ્ય સચિવ પદે અનિલ મુકિમનો કાર્યકાળ લંબાવવાનો નિર્ણય કર્યો છે. 

અનીલ મુકીમ વડાપ્રધાન મોદીની ગુડબુકમાં

ઉલ્લેખનીય છે કે ગુજરાત કેડરના 1985 ની બેચના અધિકારી મુકીમ ઓગસ્ટ 2020 માં સેવાનિવૃત થવાના હતા પરંતુ કેન્દ્ર સરકારે તેમના કાર્યકાળમાં છ મહિનાનો વધારો કર્યો હતો. તેમનો છ મહિનાનો આ કાર્યકાળ ફેબ્રુઆરીમાં પૂરો થઈ રહ્યો છે.ટોચના સૂત્રોએ VTV ગુજરાતીને જણાવ્યું કે મુકીમને વધુ એક વાર એક્સટેન્શન મળ્યું છે. 

મુકીમના એક્સટેન્શનનો વિધિસરનો ઓર્ડર ટૂંક સમયમાં જારી થવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. 

મુખ્ય સચિવપદે મુકીમનો કાર્યકાળ બીજી વાર વધવા પાછળનુ મુખ્ય કારણ એ છે કે તેઓ વડાપ્રધાન મોદીની ગુડબુકમાં છે અને મોદી તેમને ગુજરાતના  મુખ્ય સચિવ પદે જાળવી રાખવા માગે છે. ગુજરાત વહિવટીય સેવામાં હજુ સુધી તેમનો વિકલ્પ મળ્યો નથી તે પણ એક કારણ છે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

Anil Mukim Gujarat Chief Secretary અનીલ મુકીમ Anil Mukim

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ