બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Gayatri
Last Updated: 10:50 AM, 12 October 2020
પેટાચૂંટણીમાં કોંગ્રેસની હાલત એક સાંધતા તેર તુટે તેવી છે. એકને મનાવે ત્યાં બીજા ચાર રિસાય જાય છે. જો કે ગઈ કાલે પાંચ બેઠકો ઉપર કોંગ્રેસે નક્કી કરેલા નામ ફરતા થયા હતા પરંતુ હાઈકમાન્ડની આખરી મહોર હજુ વાગવાની બાકી છે ત્યારે શરૂઆતથી જ કોંગ્રેસમાં વિખવાદ નજરે પડી રહ્યો છે.
ટિકિટ વહેંચણીને લઇ કોંગ્રેસમાં હજીપણ મંથન ચાલુ છે. આ માટે આજે બપોરે કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળશે. પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા વિડીયો કોન્ફ્રન્સથી સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં જોડાશે. અહમદ પટેલ અને રાજીવ સાતવ સાથે વિસ્તૃત ચર્ચા બાદ અંતિમ નિર્ણય લેવાશે. આવતીકાલ સુધી કોંગ્રેસના ઉમેદવારોના નામ જાહેર થવાની શક્યતા છે.
કોંગ્રેસના ઉમેદવારના નામ બદલવા ધમપછાડા
મોરબી અને અબડાસામાં નામોને લઇ ફેર વિચારણા કરવા માંગ કરાઈ છે. મોરબીમાં જયંતિ પટેલ અને અબડાસામાં શાંતિલાલ સેંઘાણીને ટિકિટ આપી છે. મોરબીથી કિશોર ચીખલીયાએ ટિકિટ લેવા પોતાના ગોડ ફાધરોના શરણે ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જ્યારે અબડાસાથી વિસનજી પાંચાણી પણ પોતાના ગોડફાધરના શરણે જઈ ચઢ્યા છે.
કોંગ્રેસે જાહેર કરેલ સંભવિત ઉમેદવારોની યાદી
ભાજપે 8માંથી 7 ઉમેદવારોના નામ કર્યા જાહેર
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની તારીખ જાહેર
8 બેઠકો પર ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાશે. 9 ઓક્ટોબરથી ઉમેદવારી માટે ફોર્મ ભરી શકાશે. 16 ઓક્ટોબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. તો 19 ઓક્ટોબર ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. જ્યારે 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.
કઇ બેઠકો પર યોજાશે ચૂંટણી
રાજ્યમાં 8 બેઠક અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠક પર મતદાન યોજાશે.
8 MLAએ રાજીનામાં આપતા યોજાશે પેટાચૂંટણી
8 બેઠકો પર ધારાસભ્યોએ રાજીનામાં આપતા પેટાચૂંટણી યોજાશે. અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કપરાડામાંથી અક્ષય પટેલ, ગઢડામાંથી પ્રવીણ મારૂ, ધારીમાંથી જે.વી કાકડીયા, કપરાડામાંથી જિતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત અને લીંબડીમાંથી સોમા પટેલનું રાજીનામું પડ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ