બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:05 PM, 29 May 2026
શહેરમાં એક અજીબ અને ચોંકાવનારી સ્થિતિ સામે આવી રહી છે. એક તરફ સ્માર્ટ પોલીસ, ડિજિટલ ગુજરાત અને આધુનિક ટેક્નોલોજીની મોટી મોટી વાતો થઈ રહી છે, બીજી તરફ શહેરના રસ્તા પર પોલીસ હજુ પણ દારૂ પીધેલા લોકોને મોં સૂંઘીને પકડતી જોવા મળી રહી છે. ટ્રાફિક પોલીસ હોય કે શહેરનાં અલગ અલગ પોલીસ સ્ટેશન, મોટા ભાગે તમામ પાસે બ્રેથ એનેલાઈઝર મશીન ઉપલબ્ધ છે. આ મશીન સેકન્ડમાં જણાવી શકે છે કે કોઈ વ્યક્તિએ દારૂ પીધો છે કે નહીં. છતાંય અનેક કેસમાં પોલીસ પોતાનું નાક જ બ્રેથ એનેલાઈઝર તરીકે વાપરી રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
દારૂ પીધેલી હાલતમાં કોઈ વ્યક્તિ ઝડપાય એટલે પહેલાં પોલીસ તેને રોકે છે, પછી પંચને બોલાવવામાં આવે છે. ત્યાર બાદ શરૂ થાય છે સ્મેલ ટેસ્ટ. પોલીસ આરોપીના મોં નજીક જઈને તેનો શ્વાસ સૂંઘે છે. જો દારૂની તીવ્ર વાસ આવે તો પંચને પણ સુંઘાડવામાં આવે છે અને તે પછી પ્રોહિબિશન અથવા ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધાય છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યારે આધુનિક મશીન ઉપલબ્ધ છે ત્યારે પોલીસને હજુ પણ વાસના આધારે કેસ કરવાની ફરજ શા માટે પડી રહી છે?
ADVERTISEMENT
કાયદા નિષ્ણાતો અને આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે હવે માત્ર વાસના આધારે કેસ કરવો જૂની અને જોખમી પદ્ધતિ બની ગઈ છે. તેમના મતે બ્રેથ એનેલાઈઝર જેવી ડિજિટલ ટેક્નોલોજી વધુ વૈજ્ઞાનિક અને વિશ્વસનીય પુરાવો આપે છે. કોર્ટમાં પણ મશીન આધારિત રિપોર્ટ વધુ મજબૂત માનવામાં આવે છે.

ADVERTISEMENT
શહેરમાં વર્ષ દરમિયાન અનેક પ્રસંગોએ ડ્રિંક એન્ડ ડ્રાઈવ અભિયાન ચલાવવામાં આવે છે, પરંતુ હકીકતમાં બ્રેથ એનેલાઈઝરનો સૌથી વધુ ઉપયોગ ૩૧ ડિસેમ્બર, દિવાળી, નવરાત્રી અથવા વીઆઈપી ડ્રાઈવ દરમિયાન જ જોવા મળે છે. ઉચ્ચ અધિકારીની હાજરી હોય, કામગીરી બતાવવાની હોય અથવા ખાસ અભિયાન હોય ત્યારે પોલીસ મશીન સાથે રસ્તા પર ઊતરે છે, પરંતુ સામાન્ય દિવસોમાં મોટા ભાગના કેસમાં હજુ પણ પોલીસ નાક આધારિત તપાસ પર જ નિર્ભર રહે છે. પોલીસસૂત્રોનું કહેવું છે કે ઘણાં મશીન લાંબા સમયથી કેલિબ્રેશન વગર પડ્યાં છે, કેટલાંક ખરાબ હાલતમાં છે તો કેટલીક જગ્યાએ સ્ટાફને તેનો નિયમિત ઉપયોગ કરવાની ટેવ જ નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT
જ્યારે પોલીસ પાસે આધુનિક બ્રેથ એનેલાઈઝર ઉપલબ્ધ છે, તે ટેક્નોલોજી સેકન્ડમાં જ દારૂ ચેક કરી શકે છે તો પોલીસ પોતાનું આરોગ્ય જોખમમાં મૂકી રહી છે કે પછી શહેરમાં હજુ પણ પોલીસનું નાક જ બ્રેથ એનેલાઈઝર બનીને ફરજ બજાવી રહ્યું છે?
તાજેતરમાં શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ બતાવે છે કે પોલીસ હજુ પણ જૂની પદ્ધતિથી કાર્યવાહી કરી રહી છે. ચાંદખેડા પોલીસે રેલવે સ્ટેશન નજીકથી વિકેશ રાજપૂતને ઝડપી પાડ્યો હતો. પોલીસ મુજબ તેનું મોં સૂંઘતાં તે દારૂ પીધેલો હોવાનું સામે આવ્યું હતું.

કાગડાપીઠ પોલીસે લલિત સાપરિયા નામના એક્ટિવાચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસે મોંમાંથી આવતી વાસના આધારે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધ્યો હતો. નરોડા પોલીસે અમરસિંહ ચૌહાણ સામે કાર્યવાહી કરી હતી. પોલીસે તેનું પણ મોં સૂંઘીને દારૂ પીધો હોવાનું નોંધ્યું હતું.
આ પણ વાંચો : દૂધ ખરીદીને લઇ સાબર ડેરીનો મોટો નિર્ણય, કિલો ફેટે કર્યો આટલાનો ભાવ વધારો
નરોડા વિસ્તારમાં જ વિનોદ પરમાર નામના બાઈકચાલકને પણ પોલીસે રોક્યો હતો. અહીં પણ પોલીસે નજીક જઈને શ્વાસની વાસ ચેક કરી અને ગુનો નોંધ્યો હતો. વટવા પોલીસે ધર્મેન્દ્ર પટેલ નામના ટુ વ્હીલરચાલકને ઝડપી પાડ્યો હતો. આ કેસમાં પણ પોલીસ અને પંચે આરોપીનું મોં સૂંઘીને દારૂ પીધો હોવાનું જાહેર કર્યું હતું.બ્રેથ એનેલાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ, છતાંય હજુ પોલીસ કર્મચારી દારૂડિયાને સૂંઘીને કેસ કરી રહ્યા છે. પોલીસ કર્મચારીને વર્ષોથી ટેવ પડી ગઈ છે, જે જતી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.