ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO : અમદાવાદના મેમ્કોમાં પિતાએ કર્યો આપઘાતનો પ્રયાસ, વીડિયો બનાવી પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ

ગંભીર / VIDEO : અમદાવાદના મેમ્કોમાં પિતાએ કર્યો આપઘાતનો પ્રયાસ, વીડિયો બનાવી પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ

Published By: Priykant Shrimali

Last Updated: 11:49 AM, 12 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Memco incident : દીકરીએ પોતાના પ્રેમલગ્ન કરી લેતા તેના પિતાએ દુઃખી થઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો, અહીં જુઓ શુ છે સમગ્ર મામલો ?

Ahmedabad Memco incident : અમદાવાદ શહેરના મેમકો વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાસ્તવમાં અહીં દીકરીએ પોતાના પ્રેમલગ્ન કરી લેતા તેના પિતાએ દુઃખી થઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની માહિતી મળી છે. આ સમગ્ર ઘટના પછી બનાવેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. નોંધનીય છે કે, તાજેતરમાં રાજકોટમાં પણ આ પ્રકારની જ ઘટના બની હતી કે, જેમાં દીકરીએ પ્રેમલગ્ન કરી લેતા માતાએ આપઘાત કરી લીધો હતો.

શું છે સમગ્ર મામલો ?

પ્રાથમિક વિગતો મુજબ મેમકો વિસ્તારમાં રહેતા ચુનીલાલ નિર્વાણ નામના વ્યક્તિની દીકરીએ એક યુવક સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. દીકરી અચાનક ઘરે ન મળતાં પરિવાર ચિંતિત બન્યો હતો. પિતાએ પોતાની દીકરીને શોધવા માટે પોલીસ સ્ટેશનમાં પણ અનેકવાર સંપર્ક કર્યો હોવાનો દાવો કર્યો છે. પરંતુ તેમની ફરિયાદ મુજબ તેમને પોલીસ તરફથી યોગ્ય સહાય મળી નથી. આથી માનસિક તણાવમાં આવી તેમણે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો.

વીડિયો બનાવી પીધી ઝેરી દવા

ચુનીલાલ નિર્વાણે ઝેરી દવા પીતા પહેલાં એક વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયોમાં તેમણે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી અને પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દીકરી ગુમ હોવા છતાં પોલીસ દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે આ વીડિયો રાજ્યના ગૃહ વિભાગના નેતૃત્વને સંબોધીને પણ બનાવ્યો હોવાનું જણાવવામાં આવે છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ગરમીનો કહેર યથાવત્: આજે અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગનું એલર્ટ

હાલ સારવાર હેઠળ

ઝેરી દવા પી લીધા બાદ ચુનીલાલની તબિયત બગડતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે. વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ શહેરકોટડા પોલીસ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Memco incident Love marriage controversy Father suicide attempt Ahmedabad

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ