Mangal Ast 2023: મંગળ કન્યા રાશિમાં અસ્ત થઈ રહ્યો છે. જ્યોતિષીય ગણના અનુસાર 23 સપ્ટેમ્બરથી મંગળ અસ્ત રહેશે અને 85 દિવસ કન્યા રાશિમાં અસ્ત થઈને ગોચર કરશે.
કન્યા રાશિમાં અસ્ત થઈ રહ્યો છે મંગળ
આ રાશિના જાતકોએ રહેવું સાવધાન
નહીં તો થઈ શકે છે મોટુ નુકસાન
મંગળ 24 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં અસ્ત થવા જઈ રહ્યો છે. એવામાં મંગળ હવે 17 જાન્યુઆરી 2024 સુધી અસ્ત થઈને જ ગોચર કરશે. મંગળનું અસ્ત થઈને સંચાર કરવું વૃષભ અને મેષ સહિત ઘણી રાશિઓ માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
કારણ કે આ દિવસે જ્યારે રાહુ મીન રાશિમાં આવશે ત્યારે રાહુની સાથે મંગળનો સમ સપ્તક યોગ બનશે જે ઘણી રાશિઓને નુકસાન પહોંચાડી શકે છે. આવો જાણીએ મંગળનું કન્યા રાશિમાં અસ્ત થવું કઈ કઈ રાશિઓ માટે હાનિકારક રહેશે.
મંગળ અસ્તનો મેષ રાશિ પર પ્રભાવ
મેષનો કન્યા રાશિમાં અસ્ત થવાથી મંગળ તમારા છઠ્ઠા ભાવમાં સ્થિત છે. એવામાં આ સમય તમારા માટે પડકાર ભરેલો રહેશે. તમારે પ્રોફેશનલ અને વ્યાપારમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. સાથે જ તમારા કાર્યસ્થળ પર કામનું પ્રેશર વધી શકે છે. જેના કારણે તમે થોડા અસંતોષમાં રહી શકો છો. તેનાથી વ્યવસાય ઉધ્યોગને નુકસાનનો સામનો કરવો પડી શકે છે અને તમારા સંબંધોમાં ઉતાર ચડાવ આવી શકે છે.
મંગળ અસ્તનો વૃષભ રાશિ પર પ્રભાવ
વૃષભ રાશિના લોકોને પણ મંગળના અસ્ત થવાથી ખૂબ વધારે મહેનત કરવી પડી શકે છે. જોકે મહેનત બાદ પણ તમને પોતાની ઈચ્છા અનુસાર પરિણામ મળી નહીં મળે. તમે ઓફિસના કામમાં પ્રેસર ફીલ કરી શકો છો. જેના કારણે તમે વધારે ભુલ કરી શકો છો. નોકરી કરનાર જાતક પોતાની નોકરીથી સંતુષ્ટ ઓછા રહેશે. તમને પોતાની આવકમાં પણ અવરોધ આવી શકે છે.
મંગળ અસ્તનો કર્ક રાશિ પર પ્રભાવ
કર્ક રાશિના લોકો માટે મંગળનો અસ્ત થવો અનુકૂળ નહીં રહે. કામમાં સફળતા મેળવવી મુશ્કેલ સાબિત થઈ શકે છે. સાથે જ તમને આ સમયે સહકર્મિઓ અને વરિષ્ઠ લોકો પાસેથી સમર્થન ઓછુ મળશે. તમારી સામે વિવિધ પડકાર ઉત્પન્ન થઈ શકે છે અને નાની યાત્રામાં નુકસાન થઈ શકે છે.
મંગળ અસ્તનો સિંહ રાશિ પર પ્રભાવ
સિંહ રાશિના લોકો માટે મંગળનું અસ્ત થવું આશાજનક નહીં રહે. મંગળ તમારા 12માં ઘરમાં અસ્ત રહેશે. જેના કારણે આ સમયમાં તમે જે પણ યાત્રા કરશો તે તમારા માટે વાંછિત સફળતા આપનારી રહેશે. જેના કારણે તમે થોડા ચિંતિત રહેશો. નોકરીમાં મુશ્કેલી આવી શકે છે.
મંગળ અસ્તનો ધન રાશિ પર પ્રભાવ
મંગળનું અસ્ત થવું ધન રાશિના લોકો માટે પડકારજનક સાબિત થઈ શકે છે. આ સમયમાં કાર્યસ્થળ પર પરિણામ તમારી આશાના અનુરૂપ નહીં આવે. જેનાથી સફળતા મેળવાવ માટે વધારે પ્રયત્ન કરવો પડશે. વ્યાપાર સાથે જોડાયેલા જાતકો હાલ ખૂબ નુકસાનનો સામનો કરી શકે છે.