બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Govt housing in Jamnagar has been ready for two years but empty

નિરૂત્સાહ / જામનગરમાં સરકારી આવાસ બે વર્ષથી તૈયાર છતાં ખાલીખમ, મનપાનો લૂલો બચાવ, વિપક્ષ આ દાવા સામે પ્રશ્નાર્થ

Kishor

Last Updated: 07:27 PM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનોનું નિર્માણ કરાયું છે પરંતુ આ ઘરની ખરીદીમાં લોકો નિરૂત્સાહી હોવાથી તંત્ર મૂંઝવણમાં મુકાયું છે.

  • જામનગર મહાનગરપાલિકાના આવાસો ખાલીખંમ
  • વારંવાર અરજીઓ મંગાવ્યા બાદ પણ સરકારી આવાસ ખાલી
  • 4 સ્થળો પર તૈયાર આવાસ માટે અરજી મંગાવાઇ

જામનગર મહાનગરપાલિકા દ્વારા જુદી-જુદી જગ્યા પર બનાવેલા 156 આવાસ બે વર્ષથી ખાલી પડયા છે. મહાનગરપાલિકા દ્વારા આવાસની ખરીદી કરવા માટે અરજીઓ માંગવામાં આવે છે પરંતુ મહાનગરપાલિકાના આવાસ ખરીદીમાં લોકો ઉત્સાહ દર્શાવતા નથી. JMC દ્વારા વારંવાર અવસોનું વેચાણ કરવા માટે પ્રયત્નો કરવામાં આવે પરંતુ પ્રયત્નો નિષ્ફળ રહ્યા છે. અરજદારો વારંવાર ફોર્મ ભર્યા બાદ કેન્સલ કરાવી રહ્યા છે. બીજી તરફ મનપાના અધિકારીઓ લૂલો બચાવ કરી રહ્યા છે.

આવાસના નવાનકોર 156 ફલેટ ખાલી

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મયુરનગર મેઇન રોડ વામ્બે આવાસ યોજના બાજુમાં, એમ.પી.શાહ ઉધોગનગર પાછળ, હાપા પેટ્રોલ પંપ પાછળ વન બેડરૂમ હોલ કીચન અને ટુ બેડરૂમ હોલ કીચનના ફલેટ બનાવામાં આવ્યા છે. આ યોજના બે વર્ષ કરતા વધુ સમયથી પૂર્ણ થઇ ગઇ છે. આમ છતાં ચાર આવાસ યોજનામાં નવાનકોર 156 ફલેટ ખાલી પડયા છે.

આવાસ માટે અરજીઓ મંગાવામાં આવી

જામનગર મનપા દ્વારા ખાલી પડેલા ફલેટ માટે છાશવારે અરજીઓ મંગાવામાં આવે છે. પરંતુ અરજદારો ફોર્મ ભર્યા બાદ કેન્સલ કરાવી નાખતા હોય છે. આવાસ ખાલી પડયા હોવા છતાં મહાપાલિકાના અધિકારીઓ પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે. ખરા અર્થમાં આવાસના સ્થળ લોકોને પસંદ ન હોવાથી આ સમસ્યા સર્જાઇ છે. ત્યારે વધુ એક વખત મનપા દ્વારા આવાસ માટે અરજીઓ મંગાવામાં આવી છે.

ક્યાં કેટલા આવાસ ખાલી!   

જામનગરના મયુરનગર મેઇન રોડ પર 52 આવાસ ખાલી પાડયા છે તો ઉદ્યોગનગર પાછળ 70 આવાસ ખાલી  પાડયા છે. વધુમાં હાપા પેટ્રોલ પંપ પાછળ 24 આવાસ સહિત કુલ ખાલી 156 આવાસનું કોઈ લેનાર ન હોય તેવો ઘાટ સર્જાયો છે.

 
સળગતા સવાલો

  • કેમ કોઈ નાગરિક આવાસમાં રહેવા નથી માંગતો?
  • દેખાવમાં સારી ઈમારતો હોવા છતાં ખાલી કેમ?
  • આવાસમાં દરેક પ્રકારની સુવિધા હોવા છતાં ફ્લેટ ખાલી કેમ?
  • આવાસ યોજનામાં શું તંત્રની બેદરકારી જવાબદાર છે?
  • કેમ તંત્રની અનેક પહેલ છતાં આવાસ ખાલી છે?
  • શું નાગરિકોને આવાસ પસંદ નથી?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ