બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Government's flagship plan for irrigation electricity, statement by Agriculture Minister Raghavji
Dinesh
Last Updated: 06:51 PM, 3 September 2023
ADVERTISEMENT
રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. આખો ઓગસ્ટ મહિનો કોરોધાકોર જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ત્યારે છોટાઉદેપુર, નવસારી, બનાસકાંઠા સહિતના જિલ્લામાં વરસાદ ન થવાના કારણે ખેડૂતોએ વાવેલા વરસાદી પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકશાન થઈ રહ્યું છે. આદિવાસી વિસ્તારમાં મોટા પ્રમાણમાં કઠોળના પાકનું ઉત્પાદન થાય છે.
ADVERTISEMENT
નસવાડીના ખેડૂતોની માંગ
મકાઈ, તુવેર, ડાંગર, અડદ જેવા પાકને અત્યારે પાણીની અત્યંત જરૂરિયાત છે. સરકારે આદિવાસી વિસ્તારમાં આવેલી નર્મદા નદી મારફતે છેક સૌરાષ્ટ્ર સુધી પાણી કેનાલ મારફતે પહોંચાડ્યું છે. ત્યારે સરકાર નસવાડીમાં પણ સ્થાનિક ખેડૂતોને સિંચાઈના પાણીની સુવિધા કરી આપે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.
કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન
રાજકોટમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, આખો ઓગસ્ટ મહિનો કોરોધાકોર જતા ખેડૂતો ચિંતામાં છે. વરસાદ ખેંચાયો છે ત્યારે, ઉર્જા અને સિંચાઈ વિભાગ સંકલનમાં છે. વરસાદ વધારે ખેંચાય તો સિંચાઈ વિભાગ પાણી આપવા તૈયાર તેમજ સિંચાઈ અને ઉર્જા વિભાગને CMએ સૂચના આપી છે.
અંબાલાલ પટેલે આગાહી કરી
છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા છે. ત્યારે વરસાદની ઘટથી ચિંતિત ખેડૂતો માટે સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી 6થી 12 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. ગુજરાત પર આજથી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. 6 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદી સિસ્ટમ મજબૂત થશે જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થશે.
વરસાદની શક્યતા
મધ્ય, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સાથે પોરબંદર અને જામનગરમાં વરસાદી ઝાપટા પડશે. વલસાડ, ભાવનગર, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ જોવા મળશે. તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.