બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 20 નવેમ્બરથી ગુજરાતનાં માર્ગ પર દોડશે 'સરકારી ટેક્સી', ચાર મહાનગરોમાં પ્રોજેક્ટ શરૂ
Last Updated: 08:53 PM, 8 November 2025
Ahmedabad News : ખાનગી કેબ એગ્રીગેટર કંપનીઓની ઊંચા કમિશનની નીતિ અને ગ્રાહકો પાસેથી લેવાતા મનસ્વી ભાડા સામે હવે કેન્દ્ર સરકારના સહકાર વિભાગ હેઠળ એક નવી ક્રાંતિકારી સેવાની શરૂઆત થવા જઈ રહ્યો છે. દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા 'ભારત ટેક્સી' 20 નવેમ્બરમાં ટ્રાયલ બેઝ શરૂ થવા જઈ રહ્યો છે. ડિસેમ્બરથી તે કાયમી રીતે કામકાજ શરૂ કરશે. જેનું કમિશન-મુક્ત મોડેલ ડ્રાઇવર્સ અને મુસાફરો બંને માટે ફાયદાકારક સાબિત થશે.
ADVERTISEMENT
ભારત ટેક્સીનો પાયલોટ પ્રોજેક્ટ
'ભારત ટેક્સી' રાષ્ટ્રીય સહકારી રાઈડ-હેલિંગ પ્લેટફોર્મ છે, જેનો વિકાસ કેન્દ્રીય સહકાર મંત્રાલય અને રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. આ પ્લેટફોર્મની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ડ્રાઇવર્સ સહ-માલિકો બનશે. હાલમાં ખાનગી કેબ સેવાઓમાં ડ્રાઇવર્સને પોતાની કમાણીના 25 ટકા જેટલો મોટો હિસ્સો કમિશન તરીકે કંપનીઓને ચુકવી દેવો પડે છે. જેની સામે 'ભારત ટેક્સી' માં 'નો કમિશન મોડેલ' પર આધારિત છે. ડ્રાઇવર્સને એક નક્કી કરેલી ફી સિવાય વધારાનું એક પણ રૂપિયો કમિશન ચુકવવું પડશે નહી. જેના કારણે દરેક ગ્રાહકની સંપૂર્ણ કમાણી ડ્રાઇવર્સના ખિસ્સામાં જશે. ડ્રાઇવર્સને સન્માન સાથે 'સારથી' નામ આપવામાં આવશે જે તેમના પદને ગૌરવ અપાવશે.
ADVERTISEMENT
વધુ વાંચો: VIDEO : આફ્રિકા સામેની સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાનું વધ્યું ટેન્શન, પંત ફરી ઈજાગ્રસ્ત
ખાનગી કેબ સેવાની અનેક ફરિયાદ
ADVERTISEMENT
હાલમાં ખાનગી કેબ સેવાઓમાં ઊંચા ભાડા, પીક અવર્સમાં ગરજ પ્રમાણે થતી વધારાની વસૂલાત અને મુસાફરોની સલામતીના પ્રશ્નો જેવી તમામ બાબતોનો ઉકેલ લાવશે. ભારત ટેક્સીના લોન્ચિંગનો મુખ્ય હેતુ બેફામ ભાડાની લૂંટ, નાગરિકોની સુરક્ષા અને ડ્રાઇવર્સની આવક સહિતનાં મામલાની ફરિયાદોને દુર કરીને મુસાફરોને ભરોસાપાત્ર અને પોસાય તેવી રાઈડ પૂરી પાડવાનો છે. આ સેવામાં મહિલા ડ્રાઇવર્સને પણ જોડીને મહિલા સુરક્ષા તથા સશક્તિકરણના મુદ્દાને પણ મહત્ત્વ અપાશે.
ગુજરાતમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ
ADVERTISEMENT
ભારત ટેક્સીનો પાયલોટ પ્રોજેક્ટ ડિસેમ્બર મહિનામાં દિલ્હી ખાતે 650 જેટલા ડ્રાઇવર્સ સાથે શરૂ થવા જઈ રહ્યો છે. પાયલોટ પ્રોજેક્ટની સફળતા બાદ દેશના અન્ય ભાગોમાં પણ આ સેવાનો વિસ્તાર કરાશે. ગુજરાત માટે પણ મહત્ત્વની વિગત એ છે કે, ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતમાં આ સહકારી ટેક્સી સેવા શરૂ કરવાનું આયોજન ચાલી રહ્યું છે. આ માટે કેબ એગ્રીગેટર લાયસન્સ લેવું જરૂરી હોય છે. જેને લઈને રાજ્યના સહકાર વિભાગ દ્વારા રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગમાં જરૂરી પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.