બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Government orders teachers to defy the locusts
Last Updated: 01:56 PM, 24 December 2019
ADVERTISEMENT
શિક્ષકોને તીડ ભગાડવાનો આદેશ આપવામાં આવ્યો
બનાસકાંઠામાં તીડનો આક્રમણ જોવા મળી રહ્યો છે. ત્યારે સરકાર તેનો ઉપાય શોધવાની જગ્યાએ શિક્ષકોનો ભોગ લઈ રહી છે. સ્કુલમાં ડ્રોપાઉટ રેસ્યો ઘટાડવા, ઈલેક્શન કામગીરી કે શિક્ષણનું સ્તર ઉંચું લાવવા અને સ્વચ્છતા સુધીની કામગીરી તો ઠીક છે પણ હવે તો તીડ ભગાડવાની કામગીરી શિક્ષકને સોંપવામાં આવી છે. તીડની સમસ્યાને પહોંચી વળવા તંત્ર દ્વારા શિક્ષકોને તીડ ભગાડવાનો આદેશ આપવામાં આવ્યો છે. તંત્ર દ્વારા તીડ ભગાડવાની જવાબદારી શિક્ષકોને સોંપવાની આ મુર્ખામી ભરી કામગીરીને લઈને સરકાર હાસ્યાસ્પદ બની છે.
ADVERTISEMENT
શિક્ષકો તીડ ભગાડશે તો વિદ્યાર્થીઓને કોણ ભણાવશે?
ત્યારે સવાલ એ છે કે વિદ્યાર્થીઓનાં ભણતરને નેવે મૂકી શિક્ષકના કરિયરને નેવે મૂકી સરકાર શિક્ષકને તીડ ભગાડવાનું કામ કરવા ફરજ પાડી રહી છે. ત્યારે સૂત્રોમાં ચર્ચાઈ રહ્યું છે કે રાજ્યમાં કોઈ પણ સમસ્યા કેમ ન હોય કામ શિક્ષક પાસે જ કરાવાય છે. જ્યારે સવાલ એ પણ છે કે તંત્રનાં આ હુકમ પર શિક્ષકો તીડ ભગાડશે તો વિદ્યાર્થીઓને કોણ ભણાવશે? શિક્ષકોને સોંપવામાં આવેલી આ મુર્ખામી ભરેલી કામગીરીની સીધી અસર શિક્ષણકાર્ય અને શિક્ષકોનાં શિક્ષણ કાર્યનાં ઉત્સાહ પર ચોક્કસથી પડશે.
થરાદ તાલુકાના શિક્ષકોને તીડ ભગાડવા આદેશ
ADVERTISEMENT
થરાદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા શિક્ષકોને આદેશ આપવામાં આવ્યો છે.. આ મામલે TDOએ જણાવ્યુ છે કે, થરાદમાં તમામ શિક્ષકો અને આચાર્યો તૈયાર રહે. તીડ આવવાના હોવાથી ઢોલ અને નગારા સાથે શિક્ષકોએ તૈયાર રહેવાનું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.