બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Good news for these 2 players of Team India before the T20 World Cup, BCCI can give a big gift
Megha
Last Updated: 08:35 AM, 17 January 2024
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયા ટી-20 વર્લ્ડ કપની જોરશોરથી તૈયારીઓમાં વ્યસ્ત છે. એવામાં હાલ ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કપ્તાનીમાં અફઘાનિસ્તાન સામેની ટી-20 સીરિઝ રમી રહી છે અને સતત બે મેચ જીતીને સીરિઝ જીતી લીધી છે. આજે સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ રમાશે. એ પહેલા ટીમના આ બે ખેલાડીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
Jaiswal & Dube set to receive BCCI contract for their fantastic performance. [Gaurav Gupta by TOI] pic.twitter.com/93jx7vOesm
— Johns. (@CricCrazyJohns) January 16, 2024
ADVERTISEMENT
અફઘાનિસ્તાન સામે રમાયેલી ત્રણ મેચની T20 સીરિઝમાં ભારતીય ઓલરાઉન્ડર શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. બંને ખેલાડીઓએ શાનદાર બેટિંગ કરીને દર્શકોના દિલમાં અનોખી છાપ છોડી હતી. દરમિયાન, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI પણ શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલથી ખૂબ પ્રભાવિત થયું છે. હવે આ બંનેને BCCI તરફથી મોટી ભેટ મળી શકે છે અને તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવા પર વિચાર કરી રહ્યું છે.
નોંધનીય છે કે યશસ્વી જયસ્વાલે અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી ત્રણ મેચની T20 સીરિઝની બીજી મેચમાં વિસ્ફોટક અડધી સદી ફટકારી હતી. તેણે 34 બોલમાં પાંચ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 68 રનની ઇનિંગ રમી હતી. તે જ સમયે, શિવમ દુબેએ સતત બે અડધી સદી ફટકારી અને તેની ગગનચુંબી છગ્ગા વડે બધાના દિલ જીતી લીધા. આ સિવાય તેણે બોલિંગમાં પણ કમાલ દેખાડતા બે વિકેટ ઝડપી હતી.
According to reports, Yashasvi Jaiswal & Shivam Dube are set to receive the BCCI contract after their brilliant performances.#BCCI pic.twitter.com/FYugibI6wq
— 12th Khiladi (@12th_khiladi) January 16, 2024
એક રિપોર્ટ અનુસાર બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે, "સિલેક્ટર્સ અને ટીમ મેનેજમેન્ટ ઇચ્છે છે કે તે શક્ય તેટલી વધુ બોલિંગ કરે, કારણ કે આનાથી એક ખેલાડી તરીકે દુબેનું મૂલ્ય વધે છે. શિવમ જો થોડી વધુ ઓવરો ફેંકી શકે બોલ વડે તે વેસ્ટ ઈન્ડિઝ અને યુ.એસ.માં ટી20 વર્લ્ડ કપ માટે ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે. આ મહત્વપૂર્ણ છે કારણ કે તે ઇજાગ્રસ્ત હાર્દિક પંડ્યાનો આદર્શ બેકઅપ છે."
વધુ વાંચો: 'કોઇના જવાથી કંઇ જ ફરક નથી પડતો', મુંબઇ ઇન્ડિયન્સમાં આ ખેલાડીના જવા પર મોહમ્મદ શમીએ મૌન તોડ્યું
હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે BCCI જ્યારે આગામી સિઝન માટે તેની કોન્ટ્રાક્ટ લિસ્ટ જાહેર કરશે ત્યારે યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબેને સ્થાન મળશે કે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.