બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 It doesn't matter if someone leaves Mohammed Shami breaks silence on Hardik Pandya

સ્પોર્ટ્સ / 'કોઇના જવાથી કંઇ જ ફરક નથી પડતો', મુંબઇ ઇન્ડિયન્સમાં આ ખેલાડીના જવા પર મોહમ્મદ શમીએ મૌન તોડ્યું

Megha

Last Updated: 08:13 AM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અર્જુન એવોર્ડ વિજેતા ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024) પહેલા હાર્દિક પંડ્યાના તેની ભૂતપૂર્વ ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ થવાના નિર્ણય પર તેનું મૌન તોડ્યું છે.

  • ટીમ ઈન્ડિયાના બોલર મોહમ્મદ શમી આ દિવસોમાં શાનદાર ફોર્મમાં છે. 
  • શમીએ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પર વિવાદિત નિવેદન આપ્યું. 
  • કોઈના છોડવાથી કોઈને ફરક નથી પડતો, હાર્દિક પોતે ટીમ છોડવા માંગતો હતો

ટીમ ઈન્ડિયાના સૌથી સારા બોલરોમાંથી એક એવા મોહમ્મદ શમી આ દિવસોમાં શાનદાર ફોર્મમાં છે અને તેણે ટીમ ઈન્ડિયા માટે છેલ્લા કેટલાક સમયથી શાનદાર પ્રદર્શન કર્યું છે. મોહમ્મદ શમી ક્રિકેટ વર્લ્ડ કપ જેવી ઈવેન્ટ્સમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો અને આ સાથે તેણે ટીમ ઈન્ડિયા માટે ઘણી વખત એકલા હાથે મેચ જીતી છે.

એ વાત તો જાણીતી જ છે કે મોહમ્મદ શમી IPL ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સનો પણ એક ભાગ છે અને છેલ્લી બે સિઝનથી ટીમ સાથે સંકળાયેલો છે અને તેણે બંને સિઝનમાં ગુજરાત ટાઇટન્સ માટે ઉત્તમ પ્રદર્શન કર્યું છે. મોહમ્મદ શમીએ પોતાની નિયંત્રિત બોલિંગથી IPLમાં બધાને દિવાના બનાવી દીધા છે અને તેથી જ તેને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવાની માંગ ઉઠી હતી. મોહમ્મદ શમી IPL 2023માં ઘણી વખત વિવાદોમાં આવ્યો હતો અને તાજેતરના એક ઈન્ટરવ્યુમાં તેણે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર વિવાદિત નિવેદન આપ્યું હતું.

મોહમ્મદ શમીએ IPL 2023માં રચ્યો ઈતિહાસ, પાવર પ્લેમાં સૌથી વધુ વિકેટ લેનારા  બન્યો પહેલો બોલર | Mohammad Shami creates history in IPL 2023, becomes  first bowler to take most wickets in ...

 

ભારતના અર્જુન એવોર્ડ વિજેતા ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024) પહેલા હાર્દિક પંડ્યાના તેની ભૂતપૂર્વ ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ થવાના નિર્ણય પર તેનું મૌન તોડ્યું છે. બે સીઝન સુધી હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ રમી રહેલા શમીએ હાર્દિકના નિર્ણયને વાજબી ગણાવ્યો. તે કહે છે કે આઈપીએલમાં સારૂ પ્રદર્શન કરનારા ખેલાડીઓ માટે ફ્રેન્ચાઈઝી બદલવી કોઈ મોટી વાત નથી. તેની ટીમના સંતુલન પર કોઈ ખાસ અસર પડતી નથી.
 
ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે શમીને હાર્દિક વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, “કોઈના છોડવાથી કોઈને કોઈ ફરક નથી પડતો અને હાર્દિક પોતે ટીમ છોડવા માંગતો હતો અને તે ચાલ્યો ગયો. તેણે ટીમનું સારી રીતે નેતૃત્વ કર્યું અને બે વખત ટીમને ફાઇનલમાં પહોંચાડી અને એક વખત ટીમ ફાઇનલ પણ જીતી હતી.' 

વધુ વાંચો: ઐતિહાસિક રેકોર્ડથી માત્ર 6 રન જ દૂર વિરાટ કોહલી, અત્યાર સુધીમાં કોઈ જ ભારતીય ખેલાડીએ નથી કર્યું આ કારનામું

આ સાથે જ શુભમન ગિલના વખાણ કરતાં કહ્યું કે, 'આ જવાબદારી મળતા ગિલ પણ અનુભવી બનશે અને ભવિષ્યમાં તેની અન્ય ફ્રેન્ચાઇઝી માટે રમવાની શક્યતાઓ પણ ઘણી વધારે છે. તમે કોઈને રોકી શકતા નથી કારણ કે આ બધું લીગ ક્રિકેટનો એક ભાગ છે."
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ