ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / virat kohli just 6 runs away from completing 12000 runs in t20 cricket 2024

સ્પોર્ટ્સ / ઐતિહાસિક રેકોર્ડથી માત્ર 6 રન જ દૂર વિરાટ કોહલી, અત્યાર સુધીમાં કોઈ જ ભારતીય ખેલાડીએ નથી કર્યું આ કારનામું

Published By: Vikram Mehta

Last Updated: 11:22 AM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ રમવામાં આવશે. કોહલી માટે આ મેચ ખૂબ જ ખાસ રહેશે. આ મેચમાં વિરાટ કોહલી ખાસ રેકોર્ડ બનાવી શકે છે.

ADVERTISEMENT

  • બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં T20 સીરિઝની છેલ્લી મેચ રમાશે
  • કોહલી આ મેચમાં બનાવી શકે છે ઐતિહાસિક રેકોર્ડ
  • એકપણ ભારતીય ખેલાડી આ રેકોર્ડ બનાવી શક્યું નથી

બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 17 જાન્યુઆરીએ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ રમવામાં આવશે. કિંગ કોહલી માટે આ મેચ ખૂબ જ ખાસ રહેશે. આ મેચમાં વિરાટ કોહલી ખાસ રેકોર્ડ બનાવી શકે છે, હજુ સુધી એકપણ ભારતીય ખેલાડી આ રેકોર્ડ બનાવી શક્યું નથી. 

ઐતિહાસિક રેકોર્ડમાં માત્ર 6 રન બાકી
વિરાટ કોહલી T20 ક્રિકેટમાં 12,000 રન બનાવી શકે છે. 12,000 રન પૂરા કરવામાં માત્ર 6 રન બાકી છે. હજુ સુધી એકપણ ભારતીય ખેલાડી 12,000 રન બનાવી શક્યો નથી. વિરાટ કોહલીએ ઈન્ટરનેશનલ, ઘરેલુ, T20, ફ્રેન્ચાઈઝી ટીમમાં કુલ 11994 રન કર્યા છે. હજુ સુધી માત્ર ત્રણ ખેલાડી 12,000 રન બનાવી શક્યા છે. 

આ લિસ્ટમાં શામેલ થશે ખેલાડી
T20 ક્રિકેટમાં અત્યાર સુધી ક્રિસ ગેલ, શોએબ મલિક અને કીરોન પોલાર્ડે 12,000 રન કર્યા છે. ક્રિસ ગેલે T20 ક્રિકેટમાં સૌથી વધુ 14,562 રન કર્યા છે. પાકિસ્તાનના શોએબ મલિકે T20 ક્રિકેટમાં 12,993 રન કર્યા છે. વેસ્ટ ઈન્ડિઝના પોલાર્ડે અત્યાર સુધી 12,430 રન કર્યા છે. વિરાટ કોહલી આ લિસ્ટમાં શામેલ થઈ શકે છે. 

વધુ વાંચો: મેચ હારીને પણ આ ખેલાડીએ ઇતિહાસ રચી કાઢ્યો, T20 ક્રિકેટમાં પ્રથમવાર થયું આ કારનામું

T20 ક્રિકેટમાં વિરાટનો રેકોર્ડ
T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વિરાટ કોહલીએ ભારતીય ટીમ માટે અત્યાર સુધી 116 મેચ રમી છે. કોહલીએ આ મેચમાં 52.42ની સરેરાશથી 4,037 રન કર્યા છે, જેમાં 37 અડધી સદી અને 1 સદી શામેલ છે. કોહલીએ અફઘાનિસ્તાનની ટીમ સામેની મેચ દરમિયાન આ સદી ફટકારી હતી. કોહલીએ T20 ક્રિકેટમાં કુલ 8 સદી ફટકારી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

IND vs AFG Virat Kohli kohli t20 record virat kohli completing 12000 runs કોહલી કોહલી t20 રેકોર્ડ કોહલી રેકોર્ડ ભારત અફઘાનિસ્તાન મેચ sports

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ