બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / sikandar raza becomes 1st batsman hit 5 consecutive fifty in t20 international cricket

સ્પોર્ટ્સ / મેચ હારીને પણ આ ખેલાડીએ ઇતિહાસ રચી કાઢ્યો, T20 ક્રિકેટમાં પ્રથમવાર થયું આ કારનામું

Published By: Vikram Mehta

Last Updated: 11:17 AM, 15 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રીલંકન ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વેની ટીમને 3 વિકેટથી હરાવી દીધી. ઝિમ્બાબ્વેના એક ક્રિકેટરે મેચ હારીને પણ ઈતિહાસ રચી દીધો છે. આ ખેલાડીએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઈતિહાસ રચી દીધો છે.

  • શ્રીલંકાએ ઝિમ્બાબ્વેને 3 વિકેટથી હરાવ્યું
  • મેચ હારીને પણ આ ખેલાડીએ ઇતિહાસ રચ્યો
  • T20 ક્રિકેટમાં પ્રથમવાર આ રેકોર્ડ સર્જાયો છે

શ્રીલંકન ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વેની ટીમને 3 વિકેટથી હરાવી દીધી. આ મેચમાં શ્રીલંકન ક્રિકેટર એંજોલો મૈથ્યૂજે શાનદાર પ્રદર્શન કર્યું. આ ક્રિકેટરે બોલિંગ અને બેટીંગમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમને જીત અપાવી, પરંતુ ઝિમ્બાબ્વેના એક ક્રિકેટરે મેચ હારીને પણ ઈતિહાસ રચી દીધો છે. આ ખેલાડીએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઈતિહાસ રચી દીધો છે. 

આ ક્રિકેટરે કર્યો કમાલ
શ્રીલંકન કેપ્ટન વાનિંદુ હસરંગાએ ટોસ જીત્યો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. ઝિમ્બાબ્વેના ક્રિકેટર સિકંદર રજાએ શાનદાર ઈનિંગ રમી હતી. આ ક્રિકેટરે 42 બોલમાં 62 રન કર્યા, જેમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા શામેલ છે. આ ક્રિકેટરે T20 ઈન્ટરનેશનલ મેચમાં સતત પાંચમી અડધી સદી ફટકારનાર પહેલા ખેલાડી બની ગયા છે. અત્યાર સુધી આ રેકોર્ડ કોઈ બનાવી શક્યું નથી. 

વધુ વાંચો: T20 ક્રિકેટમાં અક્ષર પટેલે સર્જ્યો રેકોર્ડ, બન્યો 200 વિકેટ, 2000 રન કરનાર બીજો ભારતીય

સિકંદર રજાએ T20I ક્રિકેટમાં શ્રીલંકા સામેની મેચમાં 62 રન, આયર્લેન્ડ સામેની મેચમાં 65 રન, કેન્યા સામેની મેચમાં 82 રન, નાઈજિરિયા સામેની મેચમાં 65 રન અને રવાંડા સામેની મેચમાં 58 રન ફટકારીને શાનદાર ઈનિંગ રમી છે. T20I ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ક્રિસ ગેલ, બ્રેંડન મૈકુલમ અને રીજા હેંડ્રિક્સે સતત ચાર અડધી સદી ફટકારી હતી. 

શ્રીલંકા vs ઝિમ્બાબ્વે
ઝિમ્બાબ્વેએ પહેલા બેટીંગ કરીને 20 ઓવરમાં 143 રન કર્યા હતા. સિકંદર રજાએ સૌથી વધુ 62 રન અને સીન વિલિયમ્સે 14 રન કર્યા હતા. ક્રેગ ઈર્વિને 10 રન, તિનાશે કામુનુકામવેએ 26 રન કર્યા હતા. શ્રીલંકન ક્રિકેટર મહેશ તીક્ષ્ણા અને વાનિંદુ હસરંગાએ 2-2 વિકેટ લીધી હતી. એંજોલો મૈથ્યૂજે 46 રનની શાનદાર ઈનિંગ રમીને શ્રીલંકાને જીત અપાવી હતી. કુસલ મેંડિસ અને કુસલ પરેરાએ 17-17 રન કર્યા હતા. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Sikandar Raza fifty record sikandar raza record t20 international cricket t20 record t20 રેકોર્ડ અડધી સદી ઈન્ટરનેશનલ ક્રિકેટ સિકંદર રજા sports

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ