બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / axar patel completes 2000 runs and 200 wickets in t20 cricket india vs afghanistan t20 match 2024

સ્પોર્ટ્સ / T20 ક્રિકેટમાં અક્ષર પટેલે સર્જ્યો રેકોર્ડ, બન્યો 200 વિકેટ, 2000 રન કરનાર બીજો ભારતીય, છતાંય અન્યાય કેમ?

Published By: Vikram Mehta

Last Updated: 09:27 AM, 15 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ ટીમે અફઘાનિસ્તાન સામેની બીજી T20 મેચમાં અફઘાનિસ્તાનને 6 વિકેટથી હરાવી દીધું છે. આ મેચમાં ભારતીય ક્રિકેટર અક્ષર પટેલે શાનદાર બોલિંગ કરીને એક રેકોર્ડ બનાવી લીધો છે, જે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

  • ભારતીય ક્રિકેટ ટીમે અફઘાનિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું
  • ક્રિકેટર અક્ષર પટેલે બનાવ્યો શાનદાર રેકોર્ડ
  • અક્ષર પટેલે રેકોર્ડ સર્જ્યો હોવા છતાં, તેમને અન્યાય શા માટે?

ભારતીય ક્રિકેટ ટીમે અફઘાનિસ્તાન સામેની બીજી T20 મેચમાં અફઘાનિસ્તાનને 6 વિકેટથી હરાવી દીધું છે. અફઘાનિસ્તાનની ટીમે પહેલા બેટીંગ કરીને 172 રન કર્યા, ત્યારપછી ભારતીય ટીમે સરળતાથી આ ટાર્ગેટ મેળવી લીધો હતો. આ મેચમાં ભારતીય ક્રિકેટર અક્ષર પટેલે શાનદાર બોલિંગ કરીને એક રેકોર્ડ બનાવી લીધો છે, જે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. અક્ષર પટેલે શાનદાર રેકોર્ડ બનાવ્યો હોવા છતાં તેમની સાથે અન્યાય થઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે.

અક્ષર પટેલ રેકોર્ડ
આ મેચ પછી અક્ષર પટેલે T20 ફોર્મેટમાં કુલ 200 વિકેટ લીધી છે. કુલ 234 T20 મેચ રમીને આ રેકોર્ડ પોતાને નામે કર્યો છે. અક્ષર પટેલે 168 ઈનિંગમાં 22.52ની સરેરાશથી 134.65ના સ્ટ્રાઈક રેટથી 2,545 રન કર્યા છે. રવિન્દ્ર જાડેજાએ કુલ 310 T20 મેચ રમી છે અને તેમાં કુલ 216 વિકેટ લીધી છે. અક્ષર પટેલ આ સ્પીડથી આગળ વધશે તો રવિન્દ્ર જાડેજા કરતા પણ આગળ નીકળી જશે. રવિન્દ્ર જાડેજાએ 310 મેચમાં 25.42ની સરેરાશ અને 129.33ના સ્ટ્રાઈક રેટથી 3,382 રન કર્યા છે. 

વધુ વાંચો: ભારતે અફઘાનિસ્તાનનો ફરી પેંચ કાપ્યો! રોહિત શર્માની ઢીલ, પણ જયસ્વાલે તોફાની રીતે ખેંચી પારી

અન્યાય કેમ?
અક્ષર પટેલે શાનદાર રેકોર્ડ બનાવ્યો હોવા છતાં રવિન્દ્ર જાડેજાની જેમ મહત્ત્વ આપવામાં આવતું નથી અને ટીમમાંથી બહાર કરી દેવામાં આવે છે. રવિન્દ્ર જાડેજા હોય ત્યારે અક્ષર પટેલે બેન્ચ પર બેસવું પડે છે. આ વર્ષે T20 વર્લ્ડ કપ રમવામાં આવશે. તો આ વર્લ્ડ કપમાં અક્ષર પટેલને જાડેજાની જેમ રમવા દેવામાં આવશે કે નહીં, તે જોવાનું રહેશે. 

સંકળાયેલા મુદ્દાઓ

AXAR patel Sports News in gujarati axar patel record axar patel t20 record india vs afghanistan અક્ષર પટેલ અક્ષર પટેલ રેકોર્ડ sports

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ