બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Good news for central employees: The biggest update regarding the fitment factor, will the salary be doubled!
ADVERTISEMENT
કેન્દ્રીય કર્મચારીઓને સરકાર ટૂંક સમયમાં એક મોટી ખુશખબર આપી શકે છે. જણાવી દઈએ કે ડીએ હાઈક (DA Hike) ની માંગ પૂરી કર્યા પછી હવે ફિટમેન્ટ ફેક્ટર (Fitment Factor)નો વારો છે. કેન્દ્રીય કર્મચારીઓ લાંબા સમયથી તેને વધારવાની રાહ જોઈ રહ્યા હતા અને હાલ એવું લાગી રહ્યું છે કે એમની રાહ પૂરી થઈ છે. પહેલા તેમાં નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં વધારો થવાની ધારણા હતી પણ એવું નહતું થયું પણ હવે જ્યારે કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારાની ભેટ મળી ત્યારે ફિટમેન્ટમાં પણ વધારો થવાની આશાઓ વધવા લાગી છે.

ADVERTISEMENT
વધારીને 3.68% કરવાની માંગ થઈ રહી છે
કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર નક્કી કરવામાં ફિટમેન્ટ ફેક્ટર નો રોલ મહત્વપૂર્ણ હોય છે અને જો તેમાં વધારો કરવામાં આવે તો પગારમાં પણ ઘણી વધારો જોવા મળે છે અને એટલા માટે જ કેન્દ્રીય કર્મચારીઓ લાંબા સમયથી તેને વધારીને 3.68 ગણા કરવાની માંગ કરી રહ્યા છે. જણાવી દઈએ કે હાલમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 ગણું નક્કી કરવામાં આવ્યું છે. પણ એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વર્ષના અંત પહેલા સરકાર આ અંગે મોટો નિર્ણય લઈ શકે છે. જો કે જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા હજુ આ વિશે કોઈ સતાવાર જાહેરાત કે નિવેદન આપવામાં આવ્યું નથી.
ફિટમેન્ટ ફેક્ટરની પગારમાં ભૂમિકા
DA વધારા પછી જો કેન્દ્રીય કર્મચારીઓના ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરવામાં આવે છે તો તે સરકાર તરફથી કર્મચારીઓને બીજી મોટી ભેટ હશે. એવામાં જો કર્મચારીઓના પગારમાં આ ફિટમેન્ટ ફેક્ટરની ભૂમિકા વિશે વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓનો પગાર ભથ્થાં સિવાય તેમના બેઝ પે અને ફિટમેન્ટ ફેક્ટરના આધારે નક્કી કરવામાં આવે છે એટલે કે ફિટમેન્ટ ફેક્ટરમાં વધારાને કારણે પગારમાં વધારો થાય છે.
ADVERTISEMENT

છ વર્ષ પહેલા થયો હતો વધારો
સરકારે લગભગ છ વર્ષ પહેલા એટલે કે વર્ષ 2016માં કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવતા ફિટમેન્ટ ફેક્ટરમાં 2.57 ગણો વધારો કર્યો હત અને. 7મું પગાર પંચ પણ એ જ વર્ષે લાગુ કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે આ વધારાને કારણે તે સમયે કર્મચારીઓનો લઘુત્તમ પગાર રૂપિયા 6000 થી વધીને સીધો 18,000 થઇ ગયો હતો. જો કે આ વર્ષે સરકાર ફરી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો કરી શકે છે અને જો વધારો કરવામાં આવ્યો તો બેઝિક વેતન રૂપિયા 18,000 રૂપિયાથી વધીને 26,000 રૂપિયા થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.